રાજ્યની અનેક હોસ્પિટલોએ આયુષ્યમાન કાર્ડ બંધ કરતા હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-02-07 21:17:42

રાજ્યની અનેક હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ બંધ કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મેડિકલ સુવિધા મળી રહેવા તે હેતુથી  પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી. જો કે હવે આ  પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ગરીબો માટે નકામા બની ગયા છે. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું છે કે રાજ્યભરની હોસ્પિટલોમાં લોકોને ઈલાજ અને સારવાર અપાયા બાદ હોસ્પિટલોને 300 કરોડથી વધુ નાણાં ઈન્સ્યુરન્સ કંપનીઓએ ન ચુકાવતા વડોદરાની 20 સહિત રાજ્યભરની અનેક હોસ્પિટલોમા આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ બંધ કરી છે. 


આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજુઆત 


આ મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજુઆત કરી વહેલી તકે નાણાં ચૂકવવા રજુઆત કરાઈ છે. બાકી નાણાં ચૂકવાયા બાદ જ હોસ્પિટલોમાં ફરીથી આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ કાર્યરત કરાશે. આ મુદ્દે વડોદરા IMA પ્રેસિડેન્ટ મિતેષ શાહે નિવેદન આપતા કહ્યું કે, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીની સ્કીમ હતી. આયુષ્યમાન 5, 6 અને 7 જેમાં ઇન્સ્યોરન્સ કંપની સાથે ગવર્નમેન્ટનું ટાઈઅપ થયેલું હતું. ગુજરાત આઈ.એમ.એ તરફથી આ પગલું લેવાયું હતું. દરેક હોસ્પિટલોને ગૂગલ ફોર્મ મોકલવામાં આવેલું જેમાં કેટલા નાણાં બાકી છે જેમાં 300 કરોડથી વધુ નાણાં બાકી હોવાનો ખુલાસો થયો હતો.


હોસ્પિટલો હવે આયુષ્યમાન કાર્ડ ક્યારે માન્ય કરશે?


ગત અઠવાડિયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળી રજુઆત કરવામાં આવી છે. તેમને જણાવવામાં આવ્યું છે કે સર્જરી લેવામાં આવતી હોય તેની કિંમત વધુ છે જો નાણાં ન મળે તો હોસ્પિટલ બંધ કરવી પડે તે સ્થિતિ સામે આવી હતી. આયુષ્યમાન 5, 6 અને 7 ના પૈસા રિલીઝ કરવાની માંગ કરાઈ હતી. અત્યારે આયુષ્યમાન 8 ચાલે છે જેમાં બજાજ અલાયન્સનો ઈનસ્યુરન્સ ચાલે છે જેમાં કોઈ તકલીફ નથી. સરકાર પાછલા નાણાં અપાવશે તો અમે ફરીથી આયુષ્યમાન કાર્ડ ચાલુ કરાવી શકીશું.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?