નવરાત્રી દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રી આદ્યશક્તિની આરાધનાનો મહા પર્વ છે. અનેક વખત દૈત્યોનો સંહાર કરવા માતાજીએ રૂપ ધારણ કર્યા છે. દૈત્ય મહિષાસુરના સંહાર માટે માતાજીએ રણસંગ્રામમાં ભાગ લીધો હતો. કહેવાય છે કે માતાજીએ દૈત્યના સંહાર કર્યો હતો તે બાદ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે.
મહિષાસુરનો વધ કરવા માતાજીની થઈ ઉત્પત્તિ
મહિષાસુરનો વધ કરવા માટે દેવતાઓએ માતાજીને પોત-પોતાની શક્તિ આપી હતી. તેમજ પોતાના અસ્ત્ર-શસ્ત્ર માતાજીને અર્પણ કર્યા હતા. દાનવોનું સામરાજ્ય વધી રહ્યું હતું અને દેવતાનું સામરાજ્ય ઘટી રહ્યું હતું જેથી ચિંતિંત થઈ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા. જે બાદ તમામ દેવતાઓએ પોતાની શક્તિ આપી એક શક્તિની રચના કરી. માતાજીની ઉત્પત્તિ થતા દૈત્યો ખડખડાટ હસવા લાગ્યા હતા. માતાજીને નબળા સમજી તેઓ હાસ્ય કરવા લાગ્યા. ત્યારે માતાજીએ ક્રોધિત થઈ તમામ દૈત્યોનો સંહાર કર્યો હતો.
માતાજીને અલગ અલગ દેવતાઓએ આપ્યા છે શસ્ત્ર
મહિષાસુરનો વધ કરવા માટે દેવી જ્યારે રણસંગ્રામમાં આવ્યા ત્યારે દેવતાઓએ પોતાની શક્તિઓ તેમજ શસ્ત્રો આપ્યા હતા. સુદર્શન ચક્ર, શંખ, અંકુશ, દંડ, સિંહ તેમજ બીજા અનેક શસ્ત્રો લઈ માતાજી યુદ્ધ કરવા મેદાનમાં ઉતર્યા હતા.
શંખ -
કોઈ પણ યુદ્ધ શરૂ થતા પહેલા શંખનાદ કરવામાં આવે છે. મહાભારતના યુદ્ધ પહેલા પણ અનેક મહારથીઓએ શંખનાદ કર્યો હતો. ત્યારે વરૂણ દેવે માતાજીને શંખ આપ્યો હતો. શંખની ધ્વનિ માત્રથી જ અનેક દૈત્યોનો નાશ થઈ જાય છે. કોઈ પ્રકારની નકારાત્મક્તા ટકી શક્તી નથી.