ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વિસ્ફોટ બાદ સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે . તેની સીધી અસર વિશ્વભરના શેરબજારો પર પડી છે. તો આ તરફ કેન્દ્ર સરકારે પોતાની પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કરી દીધું છે કે , ટેરિફએ ભારત માટે આંચકો નથી તે એક "મીક્સબેગ" છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઈલેન્ડની મુલાકાતે છે આ પછી તેઓ શ્રીલંકાની મુલાકાતે જવાના છે. તો બીજી તરફ કેરેબિયન સમુદ્રના દેશ હૈતીમાં જોરદાર દેખાવો થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ બુધવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧:૩૦ વાગ્યે સમગ્ર દુનિયાના વ્યાપારને હચમચાવતો "ટેરિફ" વિસ્ફોટ કરી નાખ્યો છે. જોકે આપણી ભારત સરકારનું વલણ સ્પષ્ટ છે કે , સપ્ટેમ્બર સુધી બેઉ દેશો વચ્ચે વ્યાપારી સંધિ થઇ શકે છે. માટે ભારત માટે આ ટેરિફ આંચકાજનક નહિ રહે . હવે વાત કરીએ યુએસમાં આના લીધે મંદી તો નહિ આવેને . તો આની માટે આપણે ભૂતકાળમાં થોડે દૂર ૧૯૩૦ના દાયકામાં જવું પડશે . આ સમય હતો બીજા વિશ્વયુદ્ધ પહેલાનો જયારે સમુંટ - હાઉલે એક્ટ અંતર્ગત ટેરિફ લગાવવામાં આવ્યા હતા જોકે આ પછી ૧૯૩૦ના દાયકામાં જોરદાર મંદીનો સામનો અમેરિકાએ કરવો પડ્યો હતો . આજ થી લગભગ ૯૫ વર્ષ પેહલા ટેરિફ અત્યારની જેમ પોતાના ત્યાં ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી અને ખેડૂતોને બચાવવા અમેરિકાએ લગાડ્યા હતા . પરંતુ તેના લીધે ૧૯૩૦ના દાયકામાં અમેરિકામાં ભયંકર મંદી આવી હતી . પરંતુ આ મંદી અમેરિકા સુધી સીમિત હતી કેમ કે , તે વખતે વિશ્વ અર્થતંત્ર એકબીજા પર આટલા બધા નિર્ભર નહોતા . પણ હવે તો અમેરિકન મંદીનો પ્રભાવ યુએસ MNC એટકે , મલ્ટિનેશનલ કંપનીઓનો જ્યાં જ્યાં વિસ્તાર છે ત્યાં જોવા મળી શકે છે. બીજું દુષ્પરિણામ યુએસ માટે એ હોઈ શકે કે , અમેરિકાનો વિકાસ દર ધીરો પડી શકે છે. આટલુંજ નહિ એશિયન અને યુરોપીઅન દેશોમાં પણ મંદી આવી શકે છે. આ સાથે જ અમેરિકામાં ફુગાવો જોવા મળી શકે છે. અર્થશાસ્ત્રમાં એક શબ્દ છે "સ્ટાગફ્લેશન" ની સ્થિતિ જોવા મળી શકે છે. આ સ્થિતિમાં થાય એવું કે , વિકાસદર ઓછો રહી શકે છે , જયારે ફુગાવો એટલેકે ભાવવધારો વધારે રહી શકે છે. તો હવે જોવાનું છે કે ટ્રમ્પએ ટેરિફ વિસ્ફોટ પછી "વૈશ્વિક મહામંદીનુ" બ્યુગલ નથી ફુંક્યુંને .
વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશપ્રવાસની . તો પીએમ મોદી બે દિવસ થાઈલેન્ડ અને શ્રીલંકાની યાત્રાએ છે. થાઈલેન્ડની યાત્રા દરમ્યાન બેઉ દેશોએ નક્કી કર્યું છે કે , હવે તેમના રાજદ્વારી સબંધોને "સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ"માં રૂપાંતરિત કરવામાં આવશે. થાઈલેન્ડનું મહત્વ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી માટે ખુબ મહત્વનું છે. થાઈલેન્ડ અને ભારતે સાયબર ક્રાઇમ , હુમન ટ્રાફિકિંગ અને ઈલિગલ માઈગ્રેશનમાં સહકાર સાધવાનો નીર્ધાર વ્યક્ત કર્યો છે. આટલુંજ નહિ આપણા ગુજરાતના લોથલમાં જે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે તેની માટે પણ ભારત અને થાઈલેન્ડ વચ્ચે MOUs સાઈન થયા છે . ભારત અને થાઈલેન્ડ વચ્ચે સબંધો ખુબ જુના છે. આ સબંધો ખુબ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રહ્યા છે. કારણકે આ દેશમાં બુદ્ધિઝમના પ્રભાવએ બેઉ દેશોને નજીક લાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૬થી BIMSTEC સમિટમાં ભાગ લીધો છે જ્યાં તેઓ થાઈલેન્ડ , બાંગ્લાદેશ , શ્રીલંકા, નેપાળ , મ્યાનમાર અને ભૂતાનના વડાને મળ્યા છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 પોઇન્ટ એક્શન પ્લાન અમલમાં મુક્યો છે. જેનાથી BIMSTEC દેશો અને ભારત વચ્ચે સબંધો હજી વધુ મજબૂત થઇ શકે .
વાત કરીએ કેરેબિયન ટાપુના એક નાનકડા દેશ હૈતીની , તો ત્યાં હજારો લોકો રસ્તા પોર્ટ ઓહ પ્રિન્સમાં રસ્તા પર આવી ગયા છે. સામાન્ય લોકોનો વિરોધ એટલે જોવા મળ્યો છે કે , કેમ કે , હવે ત્યાં ગેંગસ્ટરોનું પ્રભુત્વ જોરદાર રીતે વધી ગયું છે. ત્યાં હમણાં જ એક વર્ષ પેહલા કામચલાઉ સરકાર અસ્તિત્વમાં આવી છે પરંતુ તેમનો કાયદો વ્યવસ્થા પર કોઈ જ અંકુશ નથી .
હવે વાત કરીએ ઓસ્ટ્રેલિયાની ત્યાંના પીએમ એન્થની આલ્બાનીઝ વિશે તો તેઓ જયારે ચૂંટણી પ્રચારમાં ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં ગયા ત્યારે સ્ટેજ પરથી પડી ગયા હતા . તેમનો આ વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયો હતો . એન્થની આલ્બાનીઝ ઓસ્ટ્રેલિયાના ફેડરલ ઇલેક્શનના પ્રચારમાં લાગેલા છે. તે દરમ્યાન આ દુર્ઘટના બની હતી.