આંદોલનની આંધી વચ્ચે શનિવારે સરકારનો શનિ ભારે રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 10:47:59



ગુજરાતનો ઈતિહાસ સાક્ષી છે કે ચૂંટણીઓ આવવાની સાથે જ લોકો શાસનમાં બેઠેલી સરકારને ઘેરવાનું ચાલુ કરી દે છે. આજ શનિવાર છે અને ભૂપેન્દ્ર પટેલ સરકારના માથે શનિ મંડરાઈ રહ્યો છે. ગાંધીનગરમાં અનેક લોકોએ આંદોલનની આંધી ચલાવી છે. અનેક સરકારી અને બિન સરકારી લોકો પોતાની માગણી સાથે ગાંધીનગર પહોંચી ગયા છે. સત્યાગ્રહ છાવણી હોય કે વિધાનસભા ગૃહ તમામ જગ્યાઓ પર આજે મહત્વની ઘટનાઓ ઘટવાની છે. તમામ લોકોની માગણી સ્વિકારવા માટે ગુજરાત સરકારે પાંચ મંત્રીઓની સમિતિ બનાવી છે જે પોતાની વોટબેંકની તાકાતના આધારે લોકોને સાંભળવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે. 


કેટલા લોકો-સંઘો મેદાને? 

લોકોની દબાયેલી માગો ચૂંટણી પહેલા અચાનક ઉછળતા રોષનો મારો ગુજરાત સરકાર સામે ચલાવાયો છે. વિદ્યાર્થીઓની માગણી તો સ્વિકારાય પરંતુ હાલ ખેડૂતો, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો, આંગણવાડીની બહેનો એસટી કર્મચારીઓ, શિક્ષક સંઘો, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પંચાયત હસ્તકના કર્મચારીઓ, માજી સૈનિકો સહિતના અનેક ગ્રુપ પોતાની માગણી સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. ખુદ ભાજપની ભગીની સંસ્થા કિસાન મહાસંઘ પણ આંદોલન કરી પોતાના હકો માગી રહી છે. 


ગાંધીનગર સચિવાલય પર સુરક્ષાનો કાફલો 

તમામ વર્ગના લોકો વિરોધ નોંધાવવાના કારણે ગુજરાત સરકારે પોલીસ સહિત એપિડ એક્શન ફોર્સ(RAF)ની ટુકડી વિધાનસભા ગેટ પર ખડકી દીધી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર પહોંચ્યા છે ત્યારે મંત્રીઓના નિવાસસ્થાનો પર પણ પોલીસનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર ગાંધીનગરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે.  


સરકાર ભરાતા માગો સ્વીકારાઈ

ગુજરાત સરકારના પાંચ મંત્રીઓની સમિતિ સામે આજે પણ ઘણા પડકાર છે અને ચૂંટણી પહેલાના સમયમાં તો અનેક સમસ્યાઓનો ધોધ વહેતો જ રહેશે. સરકારે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની અમુક માગ સ્વીકારી પરંતુ આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલુ રાખી છે, આંગણવાડી બહેનોની માગ પણ સરકારે સ્વિકારી છે,  


     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?