Indiaમાં ચાઈનીઝ ન્યુમોનિયાના ઘણા કેસો જોવા મળ્યા! AIIMS એ જણાવ્યું કે આ રોગ કેટલો ગંભીર છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-07 16:08:48

કોરોના મહામારીથી દેશ તેમજ વિશ્વ ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો તે આપણે નહીં ભૂલી શકીયે. કોરોના સંક્રમિત થવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. લાખો લોકો કોરોના સંક્રમિત પણ થયા. ચીનથી ફેલાયેલી બિમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે ચીનમાં ફરી એક રહસ્યમય બિમારી ફેલાઈ રહી છે. ન્યુમોનિયાની અસર બાળકો પર થઈ રહી છે. બાળકો આ બિમારીનો શિકાર બની રહ્યા છે. ત્યારે આવા કેસ ભારતમાં પણ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે. 


 

હોસ્પિટલને વ્યવસ્થા કરવા અપાયા આદેશ!

ચીનમાં ફરી એક વખત રહસ્યમય બિમારી ફેલાઈ રહી છે. બાળકો ન્યુમોનિયાના શિકાર બની રહ્યા છે. બાળકો પર આ બિમારીની ગંભીર અસર દેખાઈ રહી છે. ચીનમાં કેસ નોંધાતા ભારતનું આરોગ્ય મંત્રાલય સતર્ક થઈ ગયું. બિમારીને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગએ ગાઈડલાઈન્સ બહાર પાડી. હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સહિતની વસ્તુઓનો સ્ટોક રાખવો તેવી માહિતી તેવા આદેશ આપવામાં આવ્યા હતા! 



ચીનમાં બાળકોમાં જોવા મળ્યા આ બિમારીના લક્ષણ

ચીનમાં ફેલાયેલી બિમારીને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી! ત્યારે ચીનમાં ફેલાયેલી બિમારીની ચપેટમાં દિલ્હીના અનેક બાળકો આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઆઈઆઈએમએસે જણાવ્યું કે એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2023ની વચ્ચે સાત બાળકોમાં આ બિમારીના જીવાણું મળી આવ્યા છે એવી માહિતી સામે આવી છે.    

 


દિલ્હીના અનેક બાળકોમાં મળી આવ્યા બિમારીના લક્ષણ

એક રિપોર્ટ અનુસાર ચીનમાં જે બિમારી ફેલાઈ રહી છે, બાળકોમાં એક પ્રકારનો ન્યુમોનિયા ફેલાઈ રહ્યો છે. આ શ્વાસ સંબંધી રોગ છે, જે માયકોપ્લાઝમા ન્યુમોનિયા નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. તે આપણા ફેફસાને અસર કરે છે. દિલ્હી AIIMSને અહીંના બાળકોમાં પણ આ જ બેક્ટેરિયાના સેમ્પલ મળ્યા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?