Ayodhya Ram Mandir Pran Pratistha મહોત્સવમાં સામેલ થઈ અનેક મોટી હસ્તી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-22 11:31:58

અયોધ્યામાં ભવ્ય રામ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. ભગવાન રામના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મહોત્સવને લઈ અનેક મહાનુભાવ અયોધ્યા પહોંચી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત અનેક સુપરસ્ટાર, ક્રિકેટરો, ઉદ્યોગપતિઓ અયોધ્યા પહોંચ્યા છે. હેલિકોપ્ટરમાંથી પીએમ મોદીએ વીડિયો ઉતાર્યો છે. મંદિર પરિસરમાં પીએમ મોદી હાજર છે તેવી માહિતી સામે આવી છે. અનેક રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક ગાયક કલાકારો ત્યાં પરફોર્મન્સ કરી રહ્યા છે. એવી માહિતી સામે આવી રહી છે કે લાલ કૃષ્ણ અડવાણી ખરાબ હવામાન તેમજ ઠંડીને કારણે આ મહોત્સવમાં સામેલ નહીં થાય,  

     

  



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.