અનેક અભિનેતાઓએ પીએમ મોદીના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-30 14:02:11

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું નિધન વહેલી સવારે થયું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગેની માહિતી આપી હતી. ગાંધીનગર ખાતે હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ માંને કાંધ આપી હતી. અને તેમને મુખાગ્નિ પણ આપી હતી. પીએમ મોદીના માતાના નિધનથી શોક છવાઈ ગયો હતો. નેતાઓએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. ઉપરાંત અનેક અભિનેતાઓએ પણ દુખ વ્યક્ત કર્યો હતો. 



કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યું દુખ   

કંગના રણાવટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. દુખ વ્યક્ત કરતા કંગનાએ લખ્યું કે ઈશ્વર પ્રધાનમંત્રીને આ કઠિન સમયમાં ધૈર્ય અને શાંતિ આપે. કેપ્શનની સાથે કંગનાએ પીએમ મોદી અને હીરાબાની એક તસ્વીર શેર કરી હતી.


અક્ષયકુમારે પણ પાઠવી શ્રદ્ધાંજલિ

કંગના સિવાય અક્ષયકુમારે પણ આ ઘટનાને લઈ દુખની લાગણી વ્યક્ત કરી હતી. અક્ષયકુમારે પોસ્ટ કરતા લખ્યું કે માંને ખોવાનું દુખ એક મોટુ દુખ હોય છે. પીએમ મોદીને આ દુખ સહન કરવાની શક્તિ આપે. 


અનુપમ ખેરે પણ પીએમ મોદીને સાંત્વના પાઠવી 

અક્ષયકુમાર સિવાય અનુપમ ખેરે પણ દુખની લાગણી વ્યક્ત કરી હતી. અનુપમ ખેરે પોસ્ટ કરતા લખ્યું કે વડાપ્રધાન મોદીની માતાના નિધનના સમાચાર સાંભળી દુખ થયું. પીએમનો તેમની માતા પ્રત્યે તમારો પ્રેમ જગ જાહેર છે. તેમનું સ્થાન જીવનમાં કોઈ નહીં ભરી શકે. તમે ભારત માંના સપૂત છે. અજય દેવગણે પણ આ વાતને લઈ દુખ વ્યક્ત કર્યુ છે.



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.