રાજ્યમાં સર્જાયા અનેક અકસ્માત! ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો બન્યા કાળનો કોળિયો! જાણો ક્યાં સર્જાઈ દુર્ઘટના


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-19 12:28:11

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતાં હોય છે. અથવા તો અકસ્માતમાં ગંભીર રીતે લોકો ઈજાગ્રસ્ત થતાં હોય છે. ત્યારે રાજ્યમાં અનેક એવા ગંભીર અકસ્માતો સર્જાયા છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. એક અકસ્માત તરઘરી હાઈવે પર સર્જાયો છે જ્યારે બીજી દુર્ઘટના મહેસાણા- અમદાવાદ હાઈવે પર સર્જાઈ છે.   


કાર અને ટ્રેક્ટર વચ્ચે થઈ ટક્કર!

ત્યારે બુધવારે રાજ્યમાં ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. વહેલી સવારે જામનગર હાઈવે પર તરઘરી પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત કાર અને ટ્રેક્ટર વચ્ચે થયો હતો જેમાં ચાર જેટલા લોકોના મોત થયા છે. અકસ્માતને પગલે લોકો ત્યાં દોડી આવ્યા હતા અને મળતી માહિતી અનુસાર મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે.  તે ઉપરાંત બીજી દુર્ઘટના મહેસાણા-અમદાવાદ હાઈવે પર સર્જાઈ છે.


લક્ઝરી બસ પલટી જતા થયા પેસેન્જરોના મોત!

મહેસાણા-અમદાવાદ હાઈવે પર પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર રાજપુર પાટીયા પાસે પેસેન્જર ભરેલી બસ પલટી ગઈ હતી. બસ પલટતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બે જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના વહેલી સવારે અંદાજીત સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા તે ઉપરાંત બસને સીધી કરવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી.   


યુવાન પર ફરી વળી ટ્રક!

તે સિવાય જૂનાગઢથી પણ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સક્કરબાગ નજીક ટ્રિપલ સવારી જઈ રહેલા યુવાનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. બાઈક પર સવાર એક યુવાન જમીન પર પટકાઈ ગયો. જમીન પર પટકાયા બાદ પાછળથી આવેલી ટ્રક તેની પર ફરી વળી હતી. યુવાનનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જે રૂંવાડા ઉભા કરી દે તેવા છે.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...