કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 21:47:49

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજયના રાજકારણમાં આયારામ-ગયારામ શરૂ થઈ ગયું છે. સામાન્ય રીતે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાતા હોય છે જો કે આજે નવો ટ્રેન્ડ જોવા મળ્યો. કોળી સમાજના અગ્રણી નેતા મનુભાઈ ચાવડા ભાજપને બાયબાય કરીને કોંગ્રેસમાં જોડાયા છે. કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી અને કોળી વિકાસ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ મનુ ચાવડા તેમના ટેકેદારો સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. મનુભાઈ ચાવડાએ પોતાના ટેકેદારો સાથે  કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મનુભાઈ ચાવડા ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂકયા છે, આ ઉપરાંત ભાજપમાં પ્રદેશના અનેક હોદ્દાઓ પર પણ તેઓ રહી ચુક્યા છે. 


મનુ ચાવડાના સુર બદલાયા ભાજપ પર પ્રહાર કર્યા


કોંગ્રેસમાં જોડાયા બાદ મનુ ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હાલની સરકારમાં મોંઘવારીએ માઝા મૂકી છે. અને નાના અને મધ્યમ પરિવારને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. યુવા બેરોજગારી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવે અને લોકો સારી આરોગ્ય સેવા, શિક્ષણ, મળી રહે તે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં થયું છે. અને તેથી તેઓ પોતાની માતૃ સંસ્થામાં ફરી પરત આવ્યા છે.


મનુભાઈ ચાવડાના આગમનથી કોંગ્રેસને શું ફાયદો થશે? 


મનુભાઈ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજનાં રાષ્ટ્રીય મહામંત્રી છે અને અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં કોળી સમાજમાં મનુભાઈનું ભારે વર્ચસ્વ છે. મનુભાઈ SC-ST-OBC મહાસંઘના પ્રદેશ પ્રમુખ છે. મનુ ચાવડાના કોંગ્રેસમાં જોડવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની કોળી સમાજની પ્રભુત્વ વાળી બેઠક પર અસર થશે અને કોંગ્રેસના 125 બેઠકના જીતવાના લક્ષ્યાંકને પાર કરવામાં મદદરૂપ થશે.




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.