સુરતમાં હપ્તાખોરોનો આતંક, ભાજપના ઉધનાના MLA મનુ પટેલના આરોપોથી ખળભળાટ


  • Published By :
  • Published Date : 2023-06-18 14:50:06

ગુજરાતના વિવિધ શહેરોમાં અસામાજીક તત્વો દ્વારા નિર્દોષ લોકોને ધમકાવીને હપ્તા ઉઘરાવવામાં આવે છે. જો કે સુરતમાં સુરતમાં ચાલતા હપ્તાખોરીનું પ્રમાણ ચિંત્તાજનક રીતે વધી રહ્યું છે. આજે સવારે સુરતના ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ એક મીડિયા પ્રેસ કૉન્ફરન્સ કરીને સુરતમાં ચાલતા હપ્તાખોરીના કિસ્સાઓને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. ભાજપના જ ધારાસભ્યના આ પ્રકારના આરોપોથી ખળભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના શહેરમાં જ હપ્તાખોરીના આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. 


સુરતમાં હપ્તા ઉઘરાવતી ગેંગોનો આતંક


સુરતના ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે આરોપ લગાવતા કહ્યું કે, સુરતમાં હપ્તાખોરીના ધંધા ખુબ વધી ગયા છે, અને આ કારણે લોકો પરેશાન છે. મનુ પટેલે કહ્યું કે સુરતમાં ઉધના વિસ્તારમાં લૂંટ ચલાવતી ટોળકી સક્રિય છે, આ ટોળકી ટેક્સટાઈલ એકમોમાં કારીગરો પાસેથી હપ્તો ઉઘરાવી રહ્યાં છે. આમાં ખાસ કરીને નાની મોટી ગેંગ સક્રિય બની છે, અને કામદારોના પગાર થાય ત્યારે હપ્તા ઉઘરાવવાનું શરૂ કરી દે છે. આવી ગુનેગારોના કારણે કામદારોમાં ભયનો માહોલ છવાયો છે, તેમને રાજ્ય સરકારને અપીલ કરી છે કે, આ ગુંડાગર્દી રોકવા પોલીસ ચોકી બનાવવી જરૂરી છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જે આવા હપ્તાખોરીના આરોપોથી રાજકીય માહોલ પણ ગરમાયો છે. 


દેશી દારૂના અડ્ડા ધમધમે છે


સુરતના મારુતિ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સતત ચાલતી હપ્તાખોરીના આરોપ લગાવતા ભાજપના જ ધારાસભ્ય મનુ પટેલે અહીં પોલીસ ચોકી બનાવવાની રજૂઆત કરી છે. કેમ કે હપ્તાખોરીની ઘટનાઓથી નાક્ષેણ નગર અને ગદા નગરમાં કામદારો ખુબ પરેશાન છે, દેશી દારૂના અડ્ડાના કારણે મહિલાઓ વિધવા બને છે. અહીં દારૂનો સપ્લાય ખુલ્લેઆમ ચાલે છે. આ વિસ્તારોમાં દારૂ અને જુગારનું દૂષણ બંધ કરાવવા સરકારે પગલા ભરવા જોઇએ. તેમને વધુમાં કહ્યું કે, રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રી મજબૂત છે, પગલા ભરે છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?