લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ સમય દરમિયાન નેતાઓના ભાષણોની ચર્ચા થવી સામાન્ય છે. નેતાઓ, ધારાસભ્ય, સાંસદો એવા ભાષણ આપે છે જેની ચર્ચાઓ થતી રહે છે. ત્યારે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા.
આક્રમક દેખાયા મનસુખ વસાવા!
ભરૂચનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહે છે. વસાવા Vs વસાવાનો જંગ અનેક વખત ત્યાં જોવા મળતો હોય છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અનેક એવા નિવેદનો આપી દેતા હોય છે જેને લઈ રાજકારણ ગરમાઈ જાય છે. ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા આક્રમક દેખાયા છે. મનસુખ વસાવાએ જંગલોમાં નવું ખેડાણ બંધ કરવા પણ માંગ કરી છે.
મને મત સાથે લેવા દેવા નથી - મનસુખ વસાવા
નિવેદન આપતા મનસુખ વસાવાએ કહ્યું કે જંગલોમાં ઘાસ કાઢવા રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે. અને આ દવાઓના કારણે જંગલના જીવજંતુઓને ખુબ મોટું નુકશાન થાય છે અને જંગલને પણ નુકશાન થાય છે. સાથે મનસુખ વસાવાએ જણાવ્યું કે મને મત સાથે લેવા દેવા નથી મને વૃક્ષો સાથે પ્રેમ છે. ફરી એકવાર તેમણે આક્રમક તેવર જંગલોને બચાવવા માટે કર્યા છે.
લોકસભા ચૂંટણીમાં જોવા મળશે ખરાખરીનો જંગ
મહત્વનું છે કે ચૈતર વસાવા હાલ જેમાં છે. ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમના સમાચાર અવારનવાર આવતા રહે છે. તાજેતરમાં જ એક સંદેશો સામે આવ્યો છે જેમાં તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હમણાંનો માહોલ જોતા લાગે છે કે ભરૂચ બેઠક આ વખતની ચૂંટણીમાં ખૂબ રસપ્રદ રહેશે.