Mansukh Vasava - Chaitar Vasava જાહેરમાં બાજી પડ્યા! ચૈતર વસાવાએ કહ્યું કે નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ન આવ્યા? તો મનસુખ વસાવાએ કહ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-18 12:38:50

સામાન્ય દિવસોમાં પણ ભરૂચ ચર્ચામાં રહેતું હોય છે.. મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહારોને લીધે.. આ વખતે લોકસભા ચૂંટણી વખતે પણ આ બેઠકની ચર્ચા થઈ કારણ કે મનસુખ વસાવાને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે ચૈતર વસાવાને ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ પણ ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી છે કારણ કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામ સામે આવી ગયા હતા..

મનસુખ વસાવાએ પોસ્ટ કરી જેમાં લખ્યું કે.... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મનસુખ વસાવાએ એક પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું કે ડેડીયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી  કરાય. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેર-વર્તન થતાં ઓફિસ કર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. તે ઉપરાંત બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું કે જે બાબત ની જાણ થતાં હું તાત્કાલિક ડેડીયાપાડામાં પહોચી રહ્યો છું.  જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે. કોઈ પણ કર્મચારીઓને ગભરાવવાની જરૂર નથી સરકાર તમારી સાથે છે.

સાંસદ અને ધારાસભ્ય વચ્ચે તૂ તૂ મેં મેં... 

ચૈતર વસાવા પણ ત્યાં હાજર હતા. બંને નેતાઓ આમને સામને આવી ગયા હતા જેને કારણે માહોલ ગરમાયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મનસુખ વસાવા જેવાં ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ચૈતર વસાવાએ એમને પ્રશ્ન કર્યો હતો કે, તમે જે આક્ષેપ કર્યો છે એના તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો અને મારી પર ફરિયાદ કરો. ખોટા ખોટા અહીંયા કેમ દોડી આવો છો...

મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી... 

પછી મનસુખ વસાવાએ કહ્યું  હું નહિ તું અહીંયા ખોફ ઉભો કરે છે. હું અહીંયાનો સાંસદ છું, મને આ બાબતની જાણ થઈ એટલે મારે આવવું પડે. તો ચૈતર વસાવાએ કહ્યું એ તો 4 જૂને ખબર પડશે. વધુમાં ચૈતર વસાવાએ કહ્યું 'છોટાઉદેપુરમાં નકલી કચેરી પકડાઈ, ડેડીયાપાડામાં મનરેગા, નલ સે જલમાં કૌભાંડ થયું ત્યારે કેમ તમે કશું ન કર્યું, હમણાં તમારી સરકાર છે.' તે સિવાય દારૂબંધી વાળા રાજ્યમાં તેઓ દારૂની વાતો પણ કરતા સંભળાયા.. મહત્વનું છે કે ધારાસભ્ય અને સાંસદ આવી રીતે બાજતા ભાગ્યે જ જોવા મળે છે ત્યારે તમારૂં શું માનવું છે આ મામલે અમને કમેન્ટમાં જણાવો...  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?