મનસુખ વસાવા ફરી ભળક્યા, પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાંથી કર્યું વોકઆઉટ, મીડિયા સમક્ષ કાઢ્યો બળાપો


  • Published By :
  • Published Date : 2023-09-10 16:31:41

દેશની સૌથી શિસ્તબધ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરીક વિખવાદ વધી રહ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર જાહેરમાં બળાપો કાઢ્યો છે. ગાંધીનગર ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરા અને નર્મદા જિલ્લાનો વારો આવે તે પહેલા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કોઈ કારણસર વોકઆઉટ કર્યું હતું. જે બાદ સાંસદ મનસુખ વસાવાએ ચૂપી તોડી ભાજપના કેટલાક હોદ્દેદારો સામે રોષ ઠાલવ્યો હતો. મનસુખ વસાવાએ કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમનાથી નારાજ છે.  લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે ભાજપઓ વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે જોવાનું છે. 


મનસુખ વસાવાએ વોકઆઉટ કરતા રાજકારણ ગરમાયું


ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક મળી હતી. જેમાં વડોદરા અને નર્મદાનો વારો આવે તે પહેલા જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કોઈ કારણસર વોકઆઉટ કર્યું હતું. સાંસદ મનસુખ વસાવા વોકઆઉટ કરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા અને પ્રદેશ ભાજપમાં રાજકારણ ગરમાયું હતું. સાચાબોલાની છાપ ધરાવતા અને સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવા અચાનક પાર્લામેન્ટરી બોર્ડ છોડીને જતા રહ્યા હોવાની ઘટના કદાચ ઇતિહાસમાં પહેલી વાર બની છે. આ ઘટના પાછળ સ્થાનિક આગેવાનો પ્રદેશ કક્ષાએ સાંસદ વિરુદ્ધ વાતો કરી પ્રદેશ કક્ષાના નેતાઓને ગેરમાર્ગે દોરી આ પરિસ્થિતિને જન્મ આપ્યો હોવાનો રોષ સાંસદે મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો.


પાટીલને મારા વિરુદ્ધ ગેરમાર્ગે દોરે છે


સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, હું સાચો છું, જો નહીં બોલું તો આ લોકો મારા વિષે પ્રદેશ કક્ષાએ વધુ ઝેર ભરશે. આવનારી લોકસભામાં મને ટિકિટ મળે કે, ન મળે એનાથી મને કોઈ નિસબત નથી. પણ હું પ્રજા માટે પહેલા પણ ઉભો હતો,અને આગળ પણ ઉભો રહીશ. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષને રૂબરૂ મળી જરૂરી ખુલાસો પણ કરીશ. પણ હાલ મારા વિરોધીઓને પ્રજા સામે ખુલ્લા પાડવાનો સમય છે. આજે નવા નિશાળિયાઓ હોદ્દાઓ પર શું બેસી ગયા છે. પાર્ટીના પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરે છે, પણ હું પાર્ટી વિરોધી કામ નહીં થવા દઉં. આ જે લોકો મારો વિરોધ કરે છે, તેમને કોન્ટ્રાક્ટ કરવો છે, રેતી ખનન કરવી છે, જેનાથી લોકો નારાજ છે. હું હંમેશા આદિવસી સમાજ અને ભાજપ પાર્ટી માટે લડતો આવ્યો છું, અને લડતો રહીશ. પણ મારાથી નારાજ શુભેચ્છકો પ્રદેશ કક્ષાએ ઉંધુ ચિત્ર દર્શાવી મારી છબી ખરાબ કરે છે. આ સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના હરેશ વસાવાને ભાજપમાં લેવામાં સાંસદ વિરોધ કરે છે તેવી ખોટી વાત પણ પ્રદેશ અધ્યક્ષને કહીં ગેરમાર્ગે દોરે છે, જ્યારે મેં કોઈને ભાજપમાં જોડાવા માટે ના નથી કહ્યું. ફક્ત એટલું કહ્યું છે કે, સ્થાનિક લોકો સાથે પરામર્શ કરીને આવે એટલી મારી માંગ છે. પણ મને અંધારામાં રાખી મારા વિરુદ્ધ ચઢામણી કરે એ કહેતા નથી. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા કે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ મળીને પ્રદેશ અધ્યક્ષને તેમના વિરુદ્ધમાં ગેરમાર્ગે દોરે છે.


સ્થાનિક પ્રશ્નોને તેઓ વાચા આપતો રહીશ


મનસુખ વસાવાએ જણાવ્યું કે, આ ટોળકી અને તેમના વ્યવસાય સાથે જોડાયેલા લોકો મારી પોઝિટિવ વાતને નેગેટિવ રીતે પ્રદેશ અને સરકાર સમક્ષ રજૂઆત કરે છે. આ સાથે જ મનસુખ વસાવાએ એ પણ સ્પષ્ટ કર્યું કે પાર્ટી તરફથી તેમને ટિકિટ મળે કે ન મળે, તેઓ સાંસદ તરીકે રહે કે ન રહે પરંતુ સ્થાનિક પ્રશ્નોને તેઓ વાચા આપતા રહેશે. સાથે જ સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરનારા અને સંગઠનને નુકશાન પહોંચાડનાર લોકોના શરણે નહીં થાઉ તેવો પણ તેમણે હુંકાર કર્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?