દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી રૂપિયાની નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી અને ગણેશજીનો પણ ફોટો હોવો જોઈએ. આ નિવેદન પર ભાજપના નેતા મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ લગાવ્યા હતા કે અરવિંદ કેજરીવાલ વોટ માટે ધર્મનો ઉપયોગ કરી રહ્યા છે.
કેજરીવાલે કેન્દ્ર સરકારને અજીબ અપીલ કરી
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે નોટ પર ગાંધીજી સાથે લક્ષ્મીજી અને ગણેશજીનો પણ ફોટો હોવો જોઈએ. તેમનો તર્ક હતો કે આનાથી દેશમાં સમૃદ્ધિ આવશે અને સમગ્ર ભારતને આશિર્વાદ મળશે. અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાણ કરવાની પણ વાત કરી હતી.
મનોજ તિવારીના અરવિંદ કેજરીવાલ પર પ્રહારો
દિલ્લી ભાજપના પૂર્વ પ્રમુખ અને લોકસભા સાંસદ મનોજ તિવારીએ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય નોટ પર લક્ષ્મી અને ગણેશજીના ફોટોની માગ પૂરી રીતે લોકોને ભટકાવવાનો પ્રયાસ છે. અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે ગુજરાત ચૂંટણીમાં તેમને લાભ મળે માટે તે આવા નિવેદનો આપી રહ્યા છે. ગુજરાત ચૂંટણીમાં પોતાને ફાયદો થાય તેના માટે આ બધુ કરી રહ્યા છે.
આની પાછળ અરવિંદ કેજરીવાલનો શું તર્ક હતો?
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દેશન અર્થવ્યવસ્થા ખરાબ સમયથી પસાર થઈ રહી છે. ડોલરની તુલનામાં રૂપિયો તૂટતો જઈ રહ્યો છે. આના કારણે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે. અમે(આમ આદમી પાર્ટી) ઈચ્છીએ છીએ કે દેશ અમીર બને, લોકો અમીર બને. દેશને અમીર બનાવવા માટે અમુક પગલાઓ ઉપાડવા પડી રહ્યા છે. આપણે મોટી સંખ્યામાં હોસ્પિટલ, સ્કૂલ વગેરે ઉભું કરવાનું છે.