બદલવામાં આવશે 'આદિપુરુષ'ના 'ટપોરી' ડાયલોગ! લોકોની ભાવનાને જોતા મેકર્સનો મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-06-18 18:35:44

ઓમ રાઉતની 'આદિપુરુષ'ને બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ મળી હતું, પરંતુ પ્રભાસ સ્ટારર ફિલ્મ અનેક કારણોસર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. 500 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મના મેકર્સ ફિલ્મના ડાયલોગ્સ અને VFX માટે ટીકાનો સામનો કરી રહ્યા છે. 'આદિપુરુષ'ને સમગ્ર વિશ્વમાં અસાધારણ પ્રતિસાદ મળી રહ્યો છે અને તે તમામ વય જૂથોના પ્રેક્ષકોના દિલ જીતી રહી છે. ફિલ્મને એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવવા માટે, ટીમે લોકો અને પ્રેક્ષકોના ઇનપુટ્સને ધ્યાનમાં લઈને, ફિલ્મના ડાયલોગને બદલવાનો નિર્ણય કર્યો છે.


ફરીથી લખાશે ડાયલોગ્સ


ફિલ્મ મેકર્સ આદિપુરુષના તમામ સંવાદો પર ફરીથી વિચાર કરી રહ્યા છે. તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે ફરીથી લખવામાં આવે અને તે આગામી થોડા દિવસોમાં થિયેટરોમાં બતાવવામાં આવશે. આ નિર્ણય એ હકીકતની સાક્ષી છે કે બોક્સ ઓફિસ પર ફિલ્મએ જંગી કલેક્શન કર્યું હોવા છતાં, ટીમ તેમના પ્રેક્ષકોની ભાવનાઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 151 કરોડની કમાણી કરી છે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' સામે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. 


ફિલ્મના લેખકે શું કહ્યું?


ફિલ્મ આદિપુરુષના લેખક મનોજ મુન્તાશીરે ટ્વિટર પર એક લાંબી પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી શેર કરી છે. મનોજ મુન્તાશીરે ખાતરી આપી છે કે, ફિલ્મના કેટલાક ડાયલોગ્સ હટાવવામાં આવશે. ફિલ્મની ટીમે લોકોના રિએક્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મનોજે કહ્યું કે, ટૂંક સમયમાં જ ફિલ્મના ડાયલોગમાં સુધારો કરવામાં આવશે. મનોજ મુન્તાશીર લખ્યું કે, 'મારા માટે તમારી લાગણીથી વધુ મહત્વનું કંઈ નથી. હું મારા ડાયલોગ્સના પક્ષમાં અગણિત દલીલો આપી શકું છું, પરંતુ તેનાથી તમારી પીડા ઓછી થશે નહીં. તેણે વધુમાં લખ્યું કે, 'મેં અને ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે નક્કી કર્યું છે કે, જે ડાયલોગ્સ તમારી ભાવનાને ઠેસ પહોંચાડી રહ્યા છે, અમે તેને સંશોધિત કરીશું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે