દેહરાદૂન: PM મોદીની 'મન કી બાત' સાંભળવા ન આવેલા વિદ્યાર્થીઓને રૂ.100નો દંડ, શિક્ષણ વિભાગે સ્કૂલને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-05-05 16:37:12

PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓને દંડ ફટકારવાનો મામલો સામે આવ્યો છે. ઉત્તરાખંડના દહેરાદુનની GRD નિરંજનપુર એકેડમીએ  PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. સ્કૂલ દ્વારા દંડ ફટકારવાના મામલે રાજકારણ ગરમાયું છે.


નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સે માગ્યો જવાબ 


GRD નિરંજનપુર એકેડમી પર PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવાનો આરોપ લાગ્યો છે. આ અંગે નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ રાઈટ્સના રાષ્ટ્રીય અધ્યક્ષ આરીફ ખાને મુખ્ય શિક્ષણ અધિકારી, દેહરાદૂનને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે.


સ્કૂલ મેનેજમેન્ટએ કર્યો હતો આદેશ


આ મુદ્દે આરિફ ખાને જણાવ્યું કે, GRD એકેડમીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ માટે શાળાએ ન પહોંચેલા બાળકોને 100 રૂપિયાનો દંડ અથવા મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવવાનો આદેશ જારી કર્યો છે. આ અંગેના આદેશો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં જારી કરવામાં આવ્યા છે. માતાપિતાએ તેમને આ ઓર્ડરનો સ્ક્રીનશોટ પણ બતાવ્યો છે.


ચીફ એજ્યુકેશન ઓફિસરે સ્કૂલને ફટકારી નોટિસ 


આ મામલે વિવાદ વધતા ચીફ એજ્યુકેશન ઓફિસર પ્રદીપ કુમારે કહ્યું કે ફરિયાદની નોંધ લેતા એકેડમીને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. જો શાળા ત્રણ દિવસમાં પોતાનો પક્ષ રજૂ નહીં કરે તો સમજાશે કે શાળા વતી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા. આ પછી વિભાગ કાર્યવાહી કરશે. ફરિયાદી એસોસિએશન પાસેથી પુરાવા પણ માંગવામાં આવ્યા છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..