માંજલપુર બેઠક: સીટીંગ MLA યોગેશ પટેલ જીદે ચઢતા ભાજપનું કોકડું ગુંચવાયું


  • Published By :
  • Published Date : 2022-11-16 17:20:55


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ અને બીજા તબક્કા માટે તમામ પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે આજે તેની પાંચમી યાદીમાં વધુ ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે માણસા, ખેરાલુ, અને ગરબાડા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ આ સીટોની જાહેરાત ક્યારે કરશે તેને લઈ રાજકીય વર્તુળોમાં અનેક તરક-વિતર્કો થઈ રહ્યા હતા. જો કે હજું પણ એક વડોદરાની માંજલપુર સીટને લઈ કોકડું ગુંચવાયું છે.


માંજલપુર બેઠકને લઈ ભાજપની મૂંઝવણ શું છે?


વડોદરાની માંજલપુર સીટ પર પણ હજી સુધી ભાજપે ઉમેદવારની જાહેરાત કરી નથી. માંજલપુર બેઠક પર પૂર્વ મંત્રી યોગેશ પટેલ ચૂંટણી લડતા આવ્યા છે. માંજલપુર બેઠકના સીટીંગ ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું છે કે પોતે ચૂંટણી લડશે અને ભાજપ ટીકીટ ન આપે તો અપક્ષ લડવાની તૈયારી દર્શાવી છે, તેના કારણે હાલ આ બેઠકનો નિર્ણય મુલત્વી રખાયો છે. યોગેશ પટેલ સામાજિક વર્ચસ્વ ધરાવે છે અને માંજલપુર બેઠકના પ્રબળ દાવેદાર પણ છે. જો કે યોગેશ પટેલની ઉંમરને કારણે તેમને પાર્ટી તરફથી ટિકિટ મળવાની શક્યતાઓ ઘણી ઓછી છે. ભાજપ માટે હવે માંજલપુર બેઠક પર યોગેશ પટેલના સ્થાને સક્ષમ ઉમેદવારને ટિકિટ આપવી ભાજપ માટે જરૂરી બની ગઈ છે. યોગેશ પટેલને લીધે માંજલપુર બેઠક પર હજી ભાજપ ઉમેદવાર જાહેર કરી શકી નથી. 


માંજલપુર બેઠક માટે કોણ છે દાવેદારો


માંજલપુર બેઠક પર કોને ટિકિટ આપવી તે અંગે ભાજપમાં ગડમથલ ચાલી રહી છે. જો કે આ સીટ માટે કેટલાક દાવેદારો ભાજપમાંથી છે જેમ કે ભારતીય જનતા યુવા મોર્ચાના હિમાશું પટેલ, ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલ, કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ, સ્નેહલબેન પટેલ ઉપરાંત પરષોત્તમ રૂપાલાએ પણ એક ઉમેદવાર તરીકે કુણાલ પટેલનું નામ સુચવ્યું છે. વળી પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલના પુત્રી અનાર પટેલનું નામ પણ ચર્ચામાં છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...