મનીષ સિસોદિયાએ ભાજપ પર કર્યા પ્રહાર , શિક્ષણ મુદ્દે સરકારને પણ ઘેરી !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 13:24:52


મનીષ સિસોદિયાએ શું જાહેરાતો કરી ? ??


દિલ્હીના શિક્ષણ મંત્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે સિસોદિયાએ ગુજરાતમાં સ્કૂલો બનાવા પર પોતાનો પ્લાન કહ્યો તેમણે જાહેરાત કરી હતી કે તેમની સરકાર બનવા પર અમદાવાદ સહિત 8 મહાનગરોમાં દર 4 કિલોમીટરે 1 સરકારી સ્કૂલ બનાવવામાં આવશે.


શું છે પ્લાન ???


મનીષ સિસોદિયાએ આજે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું કે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ આ 8 આ શહેરોમાં દર 4 કિલોમીટરે એક એવી સરકારી સ્કૂલ ઊભી કરવામાં આવશે, જે પ્રાઈવેટ સ્કૂલ કરતા પણ સારી હશે. આ તમામ શહેરોમાં કોઈપણ માતા-પિતા ક્યાંય પણ રહેતા હોય, તે પોતાના ઘરથી 2-3 કિલોમીટરની અંદર મોકલી શકશે. આ તમામ સ્કૂલો 1 વર્ષની અંદર બનાવવામાં આવશે. અમે તેનો પ્લાન બનાવ્યો છે. અમે હવામાં એવી વાત નથી કરતા પછી કહીએ તો આ તો જુમલા હતા. અમે એક એક સ્કૂલની મેપિંગ કરી છે.


એરપોર્ટ પર ઉતરતા જ ભાજપ પર કર્યા પ્રહાર !!!!

મનીષ સિસોદિયા આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે તેમણે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાજ ભાજપને ઘેર્યુ અને કહ્યું  ભાજપ CBI, EDનો દુરૂપયોગ કરતી હોવાનું જણાવ્યું હતું. આની સાથે શિક્ષણ મુદ્દે પર સરકારને ઘેરી હતી.ભાજપે 27 વર્ષના શાસનમાં કશુ જ નથી કર્યું અને હવે જ્યારે લોકો અમારી પાર્ટીનો વોટ આપવા માટે તૈયાર થયા છે. ત્યારે BJPના લોકો CBI અને ED બધાનો દુરૂપયોગ કરીને મને અહીંયા આવતા રોકવા માગે છે.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...