રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. પોતાની પાર્ટીનો પ્રચાર કરવા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ બાદ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 6 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ બસ હવે પરિવર્તન જોઈએની થીમ પર ચૂંટણી પ્રચાર કરવાના છે. ઉત્તર ગુજરાતમાં તેઓ પ્રચાર કરવાના છે.
'બસ હવે પરિવર્તન જોઈએ' થીમ પર સિસોદિયા કરશે યાત્રા
અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક મુદ્દાઓને લઈ ભાજપ પર પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ મજબૂત જણાઈ રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. મનીષ સિસોદિયા ગુજરાતમાં બસ હવે પરિવર્તન જોઈએની ટીમ પર પ્રચાર કરવાની છે. 21 સપ્ટેમ્બરથી નાયબ મુખ્યમંત્રી ગુજરાતમાં ચૂંટણી યાત્રા કરવાના છે. સાબરમતી આશ્રમ ખાતેથી તેમની યાત્રાનો પ્રારંભ થવાનો છે.
વડોદરામાં અરવિંદ કેજરીવાલે કર્યો પ્રચાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રચાર દરમિયાન અનેક વાયદા કર્યા છે. તેમણે કહ્યું કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. આ અગાઉ તેમણે 300 યુનિટ વીજળી ફ્રી આપવાની વાત કહી હતી. ઉપરાંત બેરોજગારોને બેરાડગારી ભથ્થું આપવામાં આવશે તેવી અનેક જાહેરાતો તેમના દ્વારા કરવામાં આવી છે.