દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ લિકર પોલીસી મામલે પોતાની ધરપકડ અને CBI તપાસની સામે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોંગ્રેસ નેતા અને સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અભિષેક મનુ સિંઘવીએ દાખલ કરેલી અરજીમાં ઝડપી સુનાવણીની માગ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે અભિષેક મનુ સંઘવીની રજૂઆત સાંભળ્યા બાદ પૂછ્યું કે, તેઓ સીધા સુપ્રીમ કોર્ટ જતા પહેલાં હાઈકોર્ટમાં કેમ ન ગયા. ત્યારે સિંઘવીએ વિનોદ દુઆ કેસનો સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનો હવાલો આપ્યો હતો. એ પછી ચીફ જસ્ટીસ ચંદ્રચુડે કહ્યું કે, તેઓ આ મામલે સુનાવણી સાંજે લગભગ 4 વાગે કરશે.
Supreme Court agrees to hear Manish Sisodia's plea challenging his arrest today
Read @ANI Story | https://t.co/wqtWJo2nvv#SupremeCourt #ManishSisodia #CBI pic.twitter.com/itoEcQ34Th
— ANI Digital (@ani_digital) February 28, 2023
સિસોદિયા 4 માર્ચ સુધી CBI કસ્ટડીમાં
Supreme Court agrees to hear Manish Sisodia's plea challenging his arrest today
Read @ANI Story | https://t.co/wqtWJo2nvv#SupremeCourt #ManishSisodia #CBI pic.twitter.com/itoEcQ34Th
મનિષ સિસોદિયાનો આરોપ છે કે, જ્યારે તેઓ CBIની તપાસમાં સહયોગ આપી રહ્યા હતા તો પછી ધરપકડ કેમ કરવામાં આવી. અત્રે ઉલ્લેખનિય છે કે, મનિષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ સોમવારે પાંચ દિવસ માટે CBIની કસ્ટડીમાં મોકલી દીધા છે. તપાસ એજન્સીએ આપના નેતાને વિશેષ કોર્ટમાં રજૂ કર્યા હતા અને પાંચ દિવસની કસ્ટડીની અપીલ કરી હતી. એ પછી વિશેષ જજ એમ.કે. નાગપુરે સિસોદિયાને ચાર માર્ચ સુધી CBIકસ્ટડીમાં મોકલ્યા હતા.
સિસોદિયા પર આરોપ શું છે?
લીકર પોલિસીમાં CBIની પૂછપરછ દરમિયાન એક્સાઈઝ વિભાગના એક IAS અધિકારી દ્વારા સિસોદિયાનું નામ લેવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું- સિસોદિયાએ એવી દારૂની નીતિ બનાવી હતી, જેનાથી સરકારને ફાયદો નથી થતો, પરંતુ વેપારીઓને મોટો ફાયદો થાય છે. CBI દ્વારા રવિવારે દિલ્હીના ડેપ્યુટી સીએમની ધરપકડ કરવામાં આવી હતી.