રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સીસોદિયા આજથી ગુજરાતમાં 'બસ હવે પરિવર્તન જોઈએ' યાત્રાનો પ્રારંભ કરાવશે. આજે મનોજ સીસોદિયા અમદાવાદ એરપોર્ટ આવશે ત્યાંથી તેઓ 10:30 એ ગાંધીઆશ્રમની મુલાકાત લઈ ત્યાંથી યાત્રાની શરૂવાત કરશે.. આ યાત્રા ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં 6 દિવસ સુધી ચાલશે.
ગુજરાતના યુવા મતદારોને કોંગ્રેસ તરફ ખેંચવા ગુજરાત યુથ કોંગ્રેસ 27 જિલ્લાઓમાં યાત્રા યોજશે. ‘યુવા પરિવર્તન યાત્રા’ અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઈગામ એમ બે તબક્કામાં યોજાશે. પણ પરિવર્તન યાત્રા શરૂ કરી હવે બધા રાજકીય પક્ષો પરિવર્તન યાત્રા કરે છે પણ ગુજરાતની જનતાને શું પરિવર્તન જોઈએ પ્રશ્નાર્થ છે ચૂંટણી પેહલા પરિવર્તન યાત્રાઓ તો થશે પરંતુ ખરેખર ગુજરાતમાં ક્યારે પરિવર્તન આવશેએ ખબર નહીં !!!
મનીષ સીસોદિયાએ ભાજપ પર પ્રહાર કરતાં શું કહ્યું ?
ભાજપે 27 વર્ષના સાશનમાં કોઈ કામ થયું નથી. લોકો ને જોઈએ છીએ એવા કામ નથી કર્યા, સારી સ્કૂલ, હોસ્પિટલ અને રોજગારી જે આપવી જોઈએ એ આપવામા આવી નથી. ભાજપ આડી અવળી વાતો કરે છે.