મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને રાજીનામુ આપતા હડકંપ, CM કેજરીવાલે પણ સ્વિકાર્યુ


  • Published By :
  • Published Date : 2023-02-28 19:04:43

દિલ્હીમાં કેજરીવાલ સરકારના બે મંત્રીઓ મનીષ સિસોદિયા અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર  જૈને મંગળવારે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પાસે દિલ્હી સરકારના કુલ 33માંથી 18 વિભાગો છે હવે તેમના રાજીનામા બાદ તેમનો હવાલો કોણ સંભાળશે તે એક સવાલ છે.


CM કેજરીવાલે સ્વિકાર્યા રાજીનામા


મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને પદ પરથી રાજીનામું આપી દીધું છે. ન્યૂઝ એજન્સી અનુસાર, મુખ્યમંત્રી કેજરીવાલે પણ બંને મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. રાજીનામું આપનાર બંને નેતાઓ અલગ-અલગ કેસમાં આરોપી છે. સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના CBI રિમાન્ડ પર છે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા 9 મહિનાથી જેલમાં જ છે.


સુપ્રીમમાંથી રાહત ન મળી 


મનીષ સિસોદિયાની દિલ્હી લિકર પોલીસી કેસમાં રવિવારે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સોમવારે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં સફળ રહી હતી. મંગળવારે સિસોદિયા સીબીઆઈની આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહત ન મળી નહોતી. 


CJIએ HCમાં જવાની સલાહ આપી


સુપ્રીમે કોર્ટના CJI ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાએ સિસોદિયાના વકીલને સલાહ આપતા કહ્યું કે 'તમારે હાઈકોર્ટમાં જવું જોઈએ, તમે સીધા જ સુપ્રીમ કોર્ટ પાસે જામીન કેમ માગી રહ્યા છો, બેંચેકહ્યું કે આ કેસ દિલ્હીમાં છે તેનો અર્થ એ નથી કે તમારે સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. તેમણે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પાસે તેમના જામીન અંગે ઘણા વિકલ્પો છે. તેણે દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. અમે આ મામલે હસ્તક્ષેપ કરી શકીએ નહીં.


હવે દિલ્હી હાઈકોર્ટમાં કરશે અરજી


આમ આદમી પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી હવે સુપ્રીમ કોર્ટની સલાહ પર આ મામલાને હાઈકોર્ટમાં લઈ જશે. પક્ષે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?