છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયા જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે મનીષ સિસોદીયાને દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનીષ સિસોદીયાને લઈ જવાઈ રહ્યા હતા જે દરમિયાનનો વીડિયો અરવિંદ કેજરીવાલે શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે મનીષ સિસોદીયા સાથે દુર્વ્યવહાર થયા હોવાનો આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે લખ્યું કે શું પોલીસને આવું કરવા માટે ઉપરથી કહેવામાં આવ્યું હતું?
1 જૂન સુધી વધારાઈ મનીષ સિસોદીયાની કસ્ટડી!
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મનીષ સિસોદીયાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટ તરફથી દિલ્હીના પૂર્વ ડે. સીએમને કોઈ રાહત નથી મળી. તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધારવામાં આવી છે. 1 જૂન સુધી તેમની કસ્ટડી વધારવામાં આવી છે. આજે કોર્ટ સમક્ષ મનીષ સિસોદીયાને હાજર કરવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલે એક વીડિયો ટ્વિટ કર્યો છે. અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ વીડિયો શેર કર્યો છે જેમાં મનીષ સિસોદીયાને લઈ જવામાં આવી રહ્યા હતા.
અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદીયાનો વીડિયો કર્યો શેર!
વીડિયો શેર કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું કે શું પોલીસને મનીષજી સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર છે? શું પોલીસને આવું કરવા ઉપરથી કહેવામાં આવ્યું છે? સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી આ વાતનો વિરોધ અરવિંદ કેજરીવાલે કર્યો હોય તેવું લાગે છે. આ વીડિયો ટ્વિટ કરાતા દિલ્હી પોલીસે આ વાતનો જવાબ આપ્યો છે. દિલ્હી સરકારના મંત્રીએ વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કર્યો અને જે પોલીસ કર્મી દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે. ત્યારે આ મામલે દિલ્હી પોલીસે પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. દિલ્હી પોલીસે જવાબ આપતા કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ આ જરૂરી હતું.