દિલ્હી લિકર પોલીસી કેસમાં તિહાર જેલમાં બંધ AAP નેતા અને દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટે આજે શુક્રવારે (31 માર્ચ, 2023) ફગાવી દીધી છે. હવે મનીષ સિસોદિયા નીચલી કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં જશે, CBI અને ED દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયા 3 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. CBIએ 26 ફેબ્રુઆરીએ મનીષ સિસોદિયાની 2021-22ની દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસની રચના અને અમલીકરણમાં કથિત સંડોવણીના સંબંધમાં ધરપકડ કરી હતી.
Delhi excise policy: Court denies bail to Manish Sisodia in CBI case
Read @ANI Story | https://t.co/GYb4ZjHYxf#ManishSisodia #delhiexcisepolicy pic.twitter.com/Ycu5IwER8d
— ANI Digital (@ani_digital) March 31, 2023
સિસોદિયાની જામીન માટે કરી જોરદાર રજુઆત
Delhi excise policy: Court denies bail to Manish Sisodia in CBI case
Read @ANI Story | https://t.co/GYb4ZjHYxf#ManishSisodia #delhiexcisepolicy pic.twitter.com/Ycu5IwER8d
એક સપ્તાહ પહેલા આ મામલાની સુનાવણી બાદ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો સુરક્ષીત રાખ્યો હતો. ગત સપ્તાહે સીબીઆઈએ શરાબ કૌંભાંડ કેસનું વિવરણ અને પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. સીબીઆઈની દલીલ પહેલા મનીષ સિસોદિયાના ટ્રાયલમાં પોતાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તેમને કસ્ટડીમાં રાખવાનો સીબીઆઈનો હેતું પુરો થશે નહીં. આ કેસમાં તમામ રિકવરી પહેલા જ થઈ ચુકી છે. મે સીબીઆઈની તપાસમાં સંપુર્ણ સહયોગ આપ્યો છે. તેમણે મને જ્યારે પણ બોલાવ્યો હું હાજર થઈ ગયો છું. તેમણે દલીલ કરી કે પબ્લિક લાઈફમાં એક્ટિવ રહેવાના કારણે તેઓ સમાજ સાથે ખુબ જ ગાંઢ રીતે સંકળાયેલા છે, આ બાબતને ધ્યાનમાં રાખીએ તો તેઓ જામીનના હકદાર છે.
સીબીઆઈએ કર્યો જામીનનો વિરોધ
સીબીઆઈના વકીલે મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કર્યો હતો, સીબીઆઈના વકીલ ડીપી સિંહએ છેલ્લા સપ્તાહે સિસોદિયાની જામીન અરજીનો તેવું કહીને વિરોધ કરતા દલિલ કરી હતી કે જો તેમને જામીન મળશે તો તેઓ તપાસને પ્રભાવીત કરી શકે છે. સીબીઆઈએ દાવો કર્યો હતો કે મનીષ સિસોદિયાએ કહ્યું કે તેમણે મોબાઈલ એટલા માટે તોડી નાખ્યા હતા કેમ કે તે અપગ્રેડ કરવા ઈચ્છતા હતા. સીબીઆઈના વકીસે દલીલ કરી કે તે જે કહીં રહ્યા છે તે સત્ય નથી. સત્ય એ છે કે સિસોદિયાએ ચેટને ખતમ કરવા માટે આવું કહ્યું હતું. આ સ્થિતીમાં જો તેમને જામીન મળે છે તો પુરાવા સાથે છેડછાડ અને તેને નષ્ટ કરી શકે છે. આ કારણે તપાસ પણ પ્રભાવિત થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી લિકર પોલિસી કેસમાં સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી, જ્યારે મની લોન્ડ્રિગ કેસમાં 9 માર્ચે ઈડીએ ધરપકડ કરી હતી. ત્યારથી તેમને એક પણ વખત જામીન મળ્યા નથી.