મનીષ સિસોદિયાનાને હજુ જેલમાં જ રહેવું પડશે, કોર્ટે 5 એપ્રીલ સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી


  • Published By :
  • Published Date : 2023-03-22 20:02:36

દિલ્હી લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડી 14 દિવસ વધારી છે. હવે તેમને 5 એપ્રિલ સુધી કસ્ટડીમાં રાખવામાં આવશે. 5 દિવસની EDની ડિમાન્ડ પૂરી થયા પછી બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સિસોદિયાને રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય સિસોદિયાએ જેલમાં કેટલાક ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો વાંચવા માટેની અરજીઓ આપી હતી. તેના પર કોર્ટે કહ્યું કે સિસોદિયાને પુસ્તકો આપવામાં આવશે.


EDએ કરી હતી ધરપકડ


દિલ્હી લિકર પોલિસી કેસની CBI ઉપરાંત ED પણ તપાસ કરી રહી છે. સિસોદિયાની 9 માર્ચે EDએ તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. સિસોદિયા 17થી 22 માર્ચ સુધી ED રિમાન્ડ પર છે. તેમની કસ્ટડી 23 માર્ચથી 3 એપ્રિલ સુધી CBI પાસે રહેશે.


ED મોબાઈલ ડેટાનું એનાલિસિસ કરી રહી છે 


EDએ કોર્ટને જણાવ્યું કે જ્યારે એલજીએ આ બાબતે ફરિયાદ કરી ત્યારે સિસોદિયાએ પોતાનો ફોન બદલી નાખ્યો હતો, પરંતુ એજન્સીએ તેનો મોબાઇલ ડેટા પાછો મેળવી લીધો હતો. હવે એજન્સી તેના ઈમેલ અને મોબાઈલ ફોનમાંથી કાઢવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કરી રહી છે. હવે આપણે સિસોદિયાને વધુ પ્રશ્નો પૂછવાના છે. EDના વકીલ ઝોહૈબ હુસૈને કહ્યું હતું કે સિસોદિયાના સહાયક વિજય નાયર સમગ્ર ષડયંત્રનું સંકલન કરી રહ્યા હતા. આ કૌભાંડમાં સરકારી તંત્ર, વચેટિયા અને અન્ય ઘણા લોકો સામેલ છે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.