દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં રહેલા સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 3 એપ્રિલ સુધી લંબાવાઈ છે.
Delhi excise policy case: Court extends Manish Sisodia's judicial custody till April 3, bail hearing tomorrow
Read @ANI Story | https://t.co/9yXgDiHIaE#DelhiExcisePolicy #ManishSisodiaArrested #Delhi pic.twitter.com/PlkKOuaKEH
— ANI Digital (@ani_digital) March 20, 2023
કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા
Delhi excise policy case: Court extends Manish Sisodia's judicial custody till April 3, bail hearing tomorrow
Read @ANI Story | https://t.co/9yXgDiHIaE#DelhiExcisePolicy #ManishSisodiaArrested #Delhi pic.twitter.com/PlkKOuaKEH
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં રહેલા મનીષ સિસોદિયાને દિલ્હીની કોર્ટમાં સોમવારે વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. સિસોદિયા પર દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીની કેજરીવાલ સરકાર પર એક્સાઇઝ પોલિસી બનાવવા અને તેના અમલીકરણ દરમિયાન ગેરરીતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓ આ કેસમાં સિસોદિયાને મુખ્ય આરોપી ગણાવી રહી છે.
જામીન અરજી પર આવતીકાલે સુનાવણી
અગાઉ, મનીષ સિસોદિયાને 22 માર્ચ સુધી ED કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા, જેણે તેમને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે રજૂ કર્યા હતા. આ પછી, કોર્ટે 3 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી વધારવાનો આદેશ આપ્યો. તેમની જામીન અરજી પર આવતીકાલે એટલે કે 21 માર્ચે સુનાવણી થવાની છે.