દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની તકલીફો પૂરી થવાની નામ નથી લેતી. દારુ કાંડમાં સીબીઆઈએ તેમને સમન પાઠવ્યું હતું જે બાદ તેમને CBIએ પૂછપરછ માટે બોલાવ્યા છે. પૂછપરછ પહેલા મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી લખ્યું હતું કે મને ગુજરાત જતો રોકવા માટે આ ષડયંત્ર કરવામાં આવ્યું છે. CBI ઓફિસે જતા પહેલા તેમણે માંના આશીર્વાદ લીધા હતા અને પત્નીએ તિલક કર્યું હતું.
રાજઘાટ જઈ બાપુને અર્પી પુષ્પાંજલિ
સીબીઆઈ ઓફિસે જતા પહેલા તેઓ રાજઘાટ પહોંચ્યા હતા. બાપૂને નમન કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી. બાપુના આશીર્વાદ લેતા પહેલા તેમણે કહ્યું કે આ લોકોની તૈયારી મારી ધરપકડ કરવાની છે, ઘરમાં દરોડા પાડ્યા પરંતુ તેમને કંઈ મળ્યું ન હતું.
આઝાદીની આ બીજી લડાઈ છે - સિસોદિયા
મનીષ સિસોદિયા જાણે કોઈ રેલીમાં રોડ શો યોજતા હોય તેવી રીતે ખુલ્લી કારમાં સમર્થકો સાથે નીકળ્યા હતા. જેને કારણે સામાન્ય રીતે માર્ગ પર રેલી જેવો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન શહીદીના ગીતો વાગી રહ્યા હતા.
સ્ટોરી અપડેટ થઈ રહી છે...