દિલ્હી લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશીબત હજુ પણ યથાવત છે. મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી દીધી છે, કોર્ટે તેમને 17 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. સીબીઆઈ વતી સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ નિર્ણાયક તબક્કે છે. એટલા માટે અમે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ કરી રહ્યા છીએ. જો કે કોર્ટે સિસોદિયાની જામીન અરજી નામંજુર કરતા જે ટિપ્પણી કરી તે જાણીને સૌને આશ્ચર્ય થયું છે.
Rouse Avenue Court extends judicial custody of Delhi's former Deputy Chief Minister Manish Sisodia till April 17, 2023, in CBI's case related to alleged irregularities in the now-scrapped excise policy. pic.twitter.com/3DoBqQgwQj
— ANI (@ANI) April 3, 2023
કોર્ટે કાઢી ઝાટકણી
Rouse Avenue Court extends judicial custody of Delhi's former Deputy Chief Minister Manish Sisodia till April 17, 2023, in CBI's case related to alleged irregularities in the now-scrapped excise policy. pic.twitter.com/3DoBqQgwQj
— ANI (@ANI) April 3, 2023દિલ્હી કોર્ટે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવીને ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડના માસ્ટરમાઇન્ડ છે. તેમને લાંચ તરીકે 90 થી 100 કરોડ રૂપિયા મળવાના હતા. પોતાના 34 પાનાના આદેશમાં વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે કહ્યું કે સિસોદિયાએ ગુનાહિત ષડયંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. વિશેષ અદાલતે તો ત્યાં સુધી કહ્યું કે તમામ પુરાવા આમ આદમી પાર્ટીના નેતાની વિરુદ્ધ છે. આ પુરાવા સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે સિસોદિયા ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ રીતે સંડોવાયેલા હતા.
પુરાવા સાથે ચેડાં કરી શકે
પોતાના 34 પાનાના ચુકાદામાં સ્પેશ્યલ કોર્ટે કહ્યું કે તે સિસોદિયાને છોડી શકે નહીં. તેને લાગે છે કે જો સિસોદિયાને જામીન મળે તો તે બહાર જઈને તે રમત રમી શકે છે. તેઓ પુરાવા સાથે ચેડાં કરવા સાથે કેસ સાથે સંબંધિત મહત્વની કડીઓને સંપૂર્ણપણે પ્રભાવિત કરી શકે છે. કોર્ટે કહ્યું કે તેમની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. હજુ સુધી સીબીઆઈએ કેસની તપાસ પૂર્ણ કરી નથી. તેથી તેઓને છોડી શકાય નહીં.
સાઉથની લોબીના લાભ માટે કર્યો ખેલ
જજ એમકે નાગપાલે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે દિલ્હીનું દારૂ કૌભાંડ સામાન્ય લોકોને મોટા પાયે અસર કરે છે. દારૂની નીતિ ઘડતી વખતે સિસોદિયાએ એ વાતનું ધ્યાન ન રાખ્યું કે તે ઘણા લોકો સાથે સંબંધિત છે. કોર્ટે કહ્યું કે આ કૌભાંડ આર્થિક અપરાધની શ્રેણીમાં આવે છે. કોર્ટે કહ્યું કે આ આખો ખેલ દક્ષિણની લોબીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેમના લાભ માટે નિયમો તોડવામાં આવ્યા હતા. લાંચની રકમમાંથી 20-30 કરોડ રૂપિયા વિજય નાયર, અભિષેક બોઈલપલ્લી અને અભિષેક અરોરા દ્વારા ફરતા હતા. કોર્ટે કહ્યું કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અમુક બ્રાન્ડને પ્રમોટ કરવા માટે રમત રમ્યા હતા. તેઓ દારૂના અમુક વેપારીઓને ફાયદો કરાવવા માંગતા હતા. આ માટે તેણે તમામ નિયમો તોડી નાખ્યા અને તેને ટ્વિસ્ટ કર્યા. દક્ષિણની લોબી સાથે તેમની સાંઠગાંઠ આ બાબતનું સૌથી મહત્ત્વનું પાસું છે.