દિલ્હી લિકર પોલીસ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. સોમવારે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી 1 મે સુધી વધારી દીધી છે. કોર્ટે સીબીઆઈ સાથે સંબંધિત કેસની કસ્ટડી પણ 1 મે સુધી વધારી દીધી છે.
The Court also extended Manish Sisodia's judicial custody till May 1, in CBI case as well.
— ANI (@ANI) April 17, 2023
ED એપ્રીલના અંત સુધીમાં દાખલ કરશે ચાર્જશીટ
The Court also extended Manish Sisodia's judicial custody till May 1, in CBI case as well.
— ANI (@ANI) April 17, 2023દિલ્હી લિકર પોલીસી કેસમાં ફસાયેલા મનીષ સિસોદિયા સામે ઈડી આ એપ્રીલ મહિનાના અંત સુધીમાં ચાર્જશીટ દાખલ કરશે. રાઉઝ એવન્યુ કોર્ટમાં ઈડીના વકીલે આ અંગે કોર્ટને જણાવ્યું હતું. ઈડીના વકીલે સિસોદિયા વિરૂધ્ધ જોરદાર દલીલો કરતા કહ્યું કે કથિત કૌંભાડમાં એજન્સી આ જ મહિનાના અંત સુધીમાં ચાર્જશીટ દરવા જઈ રહી છે.