દિલ્હી લિકર કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને ફરી ઝટકો, દિલ્હી હાઈકોર્ટે જામીન આપવાનો કર્યો ઈનકાર


  • Published By :
  • Published Date : 2023-05-30 14:03:42

દિલ્હી લિકર કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના નેતાને ફરી એકવાર મોટો ઝટકો આપતા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. દારુ કૌભાંડમાં કથિત કૌભાંડને લઈને સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે. કોર્ટે સિસોદિયાની અપીલને ફગાવી દેતા પુરાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં.


પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા


મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈનકાર કરતાં જસ્ટિસ દિનેશ શર્માએ જણાવ્યું હતું કે તેઓ પ્રભાવશાળી સ્થિતિમાં છે અને પુરાવા સાથે ચેડાં થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી કારણ કે મોટાભાગના સાક્ષીઓ સરકારી નોકર હતા. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે, આરોપોની પ્રકૃતિ ખૂબ ગંભીર છે. તેમણે કહ્યું કે, સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે. 


CBIએ લગાવ્યા ગંભીર આરોપ 


CBIવતી કોર્ટમાં હાજર થયેલા એએસજી એસવી રાજુએ કહ્યું કે, આ કૌંભાંડ એક પૂર્વ આયોજીત ષડયંત્ર હેઠળ આચરવામાં આવ્યું હતું. પ્રોફિટ માર્જિન પાંચથી વધારીને 12 ટકા કરવાની કોઈ નોંધ નથી. આ અંગે કોઈ ચર્ચા નથી. વ્યાજદરમાં વધારાનું કારણ ફાઇલમાં સામેલ કરવું જોઈએ. તપાસ એજન્સીએ કહ્યું કે, તેઓ હોલસેલરોને આટલો નફો કેમ આપી રહ્યા છે? જેથી તેના બદલે તેઓ લાંચ મેળવી શકે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?