દારૂ કૌભાંડમાં CBIએ શરૂ કરી મનીષ સિસોદિયાની પૂછપરછ, ગોપાલ રાયની પણ અટકાયત કરાઈ


  • Published By :
  • Published Date : 2023-02-26 13:53:23

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા શરાબ નીતિ મામલે પૂછપરછ માટે આજે CBIની ઓફિસ પહોંચ્યા છે. મનીષ સિસોદિયા સવારે 11 વાગ્યે દિલ્હીના લોધી રોડ પર આવેલા સીબીઆઈના હેડક્વાર્ટ પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો પણ તેમની સાથે  કારમાં તપાસ એજન્સીની ઓફિસ જવા રવાના થયા હતા. આ દરમિયાન પાર્ટી સમર્થકોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ  CBI દ્વારા સિસોદિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે. 


રાજઘાટ પહોંચી બાપુને પ્રમાણ કર્યા


મનીષ સિસોદિયા સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ માટે જતા પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મારક સ્થળ રાજઘાટ ગયા હતા, ત્યાં તેમણે ગાંધીજીને પ્રણામ કર્યા હતા.  સિસોદિયાએ પોતાને ભગત સિંહના અનુયાયી ગણાવતા કહ્યું કે તેઓ દેશ માટે શહીદ થયા હતા, જ્યારે ખોટા આરોપો માટે જેલમાં જવું એ અમારા માટે નાની વાત છે.


દક્ષિણ દિલ્હીમાં કલમ 144 લાગુ


દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાઈ રહે તે માટે દક્ષિણ દિલ્હીમાં કલમ 144 અમલી બનાવવામાં આવી છે. મનીષ સિસોદિયા સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા તે પહેલા સીબીઆઈની ઓફિસો અને માર્ગો પર જડબેસલાક સુરક્ષા ઉભી કરવામાં આવી છે. સીબીઆઈ હેડક્વાર્ટરની આસપાસ દોઢ હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. લાલા લજપત રાય માર્ગ સહિત મોટી સંખ્યામાં સમર્થકો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોધી કોલોની સ્થિત CGO કોમ્પ્લેક્સની આસપાસના તમામ માર્ગો સવારે બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે આ માટે એક પ્લાન તૈયાર કર્યો છે.


ધરપકડ પહેલા શું કહ્યું?


CBI ઓફિસે પહોંચતા પહેલા સિસોદિયાએ લોકોના નામે એક સંદેશમાં કહ્યું હતું કે  અમે તેમની પોલીસ, CBI,ED કે જેલથી ડરતા નથી, પરંતુ તેઓ સિસોદિયા કેજરીવાલથી ડરે છે. તેથી જ ખોટા કેસ દાખલ કરે છે. જો હું જેલમાં જાઉં તો ગર્વ કરો કે અમારામાંથી એક જેલમાં ગયો. હજારો મનીષ સિસોદિયા જન્મશે, જોઈએ કેટલાને તેઓ રોકે છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે હું ટીવી ચેનલમાં હતો, ત્યારે સારી એવી સેલેરી હતી, એન્કર હતો. જીવન પણ સારું ચાલી રહ્યું હતું. તે બધું છોડીને હું કેજરીવાલની સાથે આવી ગયો. ઝુપડપટ્ટીમાં રહેતાલાકો માટે કામ કરવા લાગ્યો હતો. હવે આજે જ્યારે આ લોકો મને જેલમાં ધકેલી રહ્યા છે, ત્યારે મારી પત્ની ઘરે એકલી રહે છે, તે બીમાર રહે છે, પુત્ર યુનિવર્સિટીમાં ભણે છે. તમારે તેમનું ધ્યાન રાખવાનું છે.


આપના કાર્યકરોના ધરણા


આજે સિસોદિયાને પૂછપરછ માટે CBI હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉમટ્યા હતા. આ કાર્યકરોએ ધરણા-પ્રદર્શનો અને પ્લેકાર્ડ બતાવી વિરોધ કર્યો હતો. સિસોદિયાના સમર્થકોએ કેન્દ્ર સરકાર સામે સુત્રોચ્ચારો કરી માહોલ ગજવી નાખ્યો હતો.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..