દિલ્હીના શરાબ પોલીસી કૌંભાડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની મુશ્કેલી વધી છે. મનિષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સમક્ષ આજે રજુ કરવામાં આવ્યા હતા. બંને પક્ષના વકીલોની લાંબી દલીલો બાદ અંતે CBIની જીત થઈ છે. કોર્ટે CBIની માગ સ્વિકારતા મનિષ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હવે મનિષ સિસોદિયા પાંચ દિવસ CBIની કસ્ટડીમાં રહેશે.
બંને પક્ષોના વકીલોએ શું દલીલો કરી?
કોર્ટમાં રજુ કરાયેલા મનિષ સિસોદિયાની કસ્ટડીની માગ કરતા CBIના વકીલે આરોપ લગાવ્યો કે તેઓ તપાસમાં સહકાર આપતા નથી. CBIના વકીલે કોર્ટમાં કહ્યું, આ સમગ્ર કેસ પ્રોફિટનો છે. આ કેસમાં અમારે વધુ તપાસ કરવાની છે. સિસોદિયા એક્સાઈઝ મિનિસ્ટર છે અને તેઓ મંત્રીઓના એક ગ્રુપને લીડ કરી રહ્યા હતા.લીકર પોલીસી બાબતે કોઈ ચર્ચા થઈ નહોતી.
આ દલીલ સામે મનિષ સિસોદિયાના એડવોકેટ દયાન કૃષ્ણને કહ્યું,, "CBI કહી રહી છે કે તેઓ જે રીતે ઈચ્છે છે તે રીતે સિસોદિયા જવાબ નથી આપી રહ્યા. જ્યાં સુધી તપાસમાં સહકારની વાત છે તો સિસોદિયાએ તપાસમાં સહકાર આપ્યો છે. તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તેમના ફોન એજન્સી પાસે છે. હવે એજન્સી કહી રહી છે કે સિસોદિયા ગોળગોળ જવાબ આપી રહ્યા છે. તેમની પાસે આ અધિકાર છે. વ્યક્તિ પાસે બંધારણીય અધિકારો હોય છે."
વધુમાં એડવોકેટ દયાન કૃષ્ણને કહ્યું, "એલજીએ મે 2021માં પોલિસીને લીલી ઝંડી આપી હતી. નફાના માર્જિન વિશે તમામ ચર્ચા થઈ છે, જેને LG દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેમણે ફેરફારો માટે સંમતિ આપી હતી. સીબીઆઈએ પહેલા જ દિવસે ફોન વિશે વાત કરી હતી. સિસોદિયા ફોન ક્યારે આપવામાં આવ્યો હતો, તેમણે ફોન ક્યારે બદલ્યો? આ રિમાન્ડ માટેનો આધાર ન હોઈ શકે." સિસોદિયાએ 4 ફોનનો ઉપયોગ કર્યો, 3નો નાશ કર્યો. શું સિસોદિયા પોતાનો ફોન સેકન્ડ હેન્ડ શોપ પર ન આપી શકે?
#WATCH | CBI brings Delhi Deputy CM Manish Sisodia to Rouse Avenue Court. He was arrested yesterday by CBI in Excise Policy case. pic.twitter.com/dqRuScar1C
— ANI (@ANI) February 27, 2023
દારૂના વેપારીઓને ફાયદો કરાવવાનો આરોપ
#WATCH | CBI brings Delhi Deputy CM Manish Sisodia to Rouse Avenue Court. He was arrested yesterday by CBI in Excise Policy case. pic.twitter.com/dqRuScar1C
— ANI (@ANI) February 27, 2023મનિષ સિસોદિયા પર આરોપ છે કે તેમણે લીકર પોલીસી દ્વારા વેપારીઓને ફાયદો પહોંચાડ્યો છે. જુલાઈ 2022માં દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ મનીષ સિસોદિયા સામે CBI તપાસની માંગ કરી હતી. સક્સેનાએ સિસોદિયા સામે નિયમોનું ઉલ્લંધન કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આરો લગાવ્યા હતા. ત્યારબાદ ED અને CBIએ સિસોદિયા સામે તપાસ શરુ કરી હતી. આ મામલે ભાજપે આ મામલે ભાજપે નવા ટેન્ડર બાદ ખોટી રીતે દારૂના વેપારીઓના 144 કરોડ માફ કર્યાના આરોપો લગાવ્યા છે.