લિકર પોલીસી કૌંભાંડના આરોપી દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શુક્રવારે કોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી છે. સિસોદિયાના વકીલે રાઉજ એવન્યુ કોર્ટમાં જામીન અરજી ફાઈલ કરી છે.
સુપ્રીમ કોર્ટે લગાવી હતી ફટકાર
મનીષ સિસોદિયાએ સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી ધરપકડને સીધી જ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જો કે સીફ જસ્ટીસે તેમને ફટકાર લગાવતા કહ્યું કે તેમણે પહેલા દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. કેસ દિલ્હીમાં હોવાનો મતલબ તે નથી કે તમે સીધા જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવો. તે સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દખલ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.
ધરપકડ બાદ રાજીનામું આપ્યું
મનીષ સિસોદિયાની સીબીઆઈએ 8 કલાક લાંબી પૂછપરછ કર્યા બાદ કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે તેમને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. સીબીઆઈએ ધરપકડ કર્યા બાદ મનીષ સિસોદિયાએ રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલ સરકારના અન્ય એક મંત્રી સત્યેન્દ્ર જૈને પણ મની લોન્ડરિંગના આરોપ હેઠળ રાજીનામું આપી દીધું છે.