ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની સ્કૂલો જોવા આવે. આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ શાળાની મુલાકાત લેવા માટે
સીઆર પાટીલનું આમંત્રણ સ્વીકાર્યું.
શું કહ્યું મનીષ સિસોદિયાએ
?
મનીષ સિસોદિયાએ કહ્યું કે “હું આવીને શાળા જોઈશ અમે ગુજરાતના શિક્ષણ મંત્રીની વિધાનસભામાં શાળા જોવા જઈશું “ તેમણે ચેલેન્ગ કરતાં કહ્યું સીઆર પાટીલ જી ક્યારે આવવાનું છે તારીખ જણાવો અને એના પછી સીઆર પાટીલ દિલ્હી આવશે, હું તેમને દિલ્હીની શાળાઓ બતાવીશ અને હું આશા રાખું છું કે સીઆર પાટીલ જી તેમના શબ્દોથી પીછેહઠ નહીં કરે
શું કહ્યું હતું C R પાટિલે ??
સી
આર
પાટિલે
AAPનું
નામ
લીધા
વગર
કહ્યું
“
તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો શિક્ષણ નીતિની વાતો કરતા હોય છે. તેમને મારું આમંત્રણ છે કે અહીં આવીને સ્કૂલોની સ્થિતિ જોઈ જાવ. અહીં અમે જે પ્રમાણે વિદ્યાર્થીઓને સુવિધાઓ આપી છે, એના પર એક નજર કરો. સુરતની મનપાની શાળાઓમાં અમે જે પ્રમાણેની સુવિધાઓ આપીએ છીએ એને જોઈને તમે બધા દાવાઓ ભૂલી જ જશો”