મણિપુરમાં 3 મેથી ફાટી નિકળેલી જાતીય હિંસા મામલે CBIએ 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. CBIએ રાજ્યમાં કથિત હિંસા માટે આ 6 લોકોને માસ્ટર માઈન્ડ ગણાવ્યા છે. મણિપુરમાં કુકી અને મેતઈ સમુદાયોએ 80થી વધુ લોકોના જીવ લીધા છે અને 35,000થી વધુ લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે. મણિપુરમાં હિસા શરૂ થયા બાદથી રાજ્યમાં 3700થી વધુ કેસ નોંધાયા છે.
વિસ્થાપિતોની સહાય માટે રૂ.101.75ના રાહત પેકેજને મંજૂરી
જાતીય હિંસા મામલે મણિપુરના ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જે બાદ કાંગપોકપી અને વિષ્ણુપુરમાં કેસ નોંધાયા છે. ત્યારે CBI એ પણ તપાસ કરી રહી છે કે શું આ જાતિય હિંસા પૂર્વ આયોજિત હતી. મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે સંકેત આપ્યો કે મણિપુરમાં સ્થિતિ શાંતિપૂર્ણ નિયંત્રણમાં છે. છેલ્લા 48 કલાકમાં હિંસાની કોઈ ઘટના ઘટી નથી. તેમણે એવી પણ જાહેરાત કરી કે ગૃહ મંત્રાલયે મણિપુરમાં વિસ્થાપિત લોકોની સહાયતા માટે 101.75 કરોડ રુપિયાના રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે.
મેતઈ અનામતની માગના કારણે થઈ હિંસા
મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી હિંસા હજુ પણ યથાવત છે. રાજધાની ઈમ્ફાલ નજીક સેરી અને સુગનૂ વિસ્તારમાં રવિવારે હિંસક અથડામણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી સહિત 5 લોકોના મોત થયા હતા જ્યારે 12 ઘાયલ થયા છે. રાજ્યમાં હિંસાને કારણે અત્યાર સુધીમાં 80 લોકોના જીવ ગયા છે. મણિપુરમાં હાલની હિંસાને કારણે મેતઈ અનામતને માનવામાં આવે છે.