કેન્દ્ર સરકારે મણિપુરમાં વંશીય હિંસાની તપાસ માટે ત્રણ સભ્યોના કમિશનની રચના કરી છે, આ તપાસ પંચમાં મે મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 80 થી વધુ લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગયા અઠવાડિયે થયેલી મણિપુરની મુલાકાત પછી તરત જ આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, 3 મે 2023ના રોજ મણિપુર રાજ્યમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી અને હિંસાના પરિણામે રાજ્યના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો હતો તથા અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગજનીના કારણે લોકોમા મકાનો અને મિલકતો બળીને ખાખ થઈ ગઈ હતી અને તેમાંથી ઘણા લોકો બેઘર બન્યા છે.
ગૃહ મંત્રાલયે બનાવ્યું 3 સભ્યોનું તપાસ પંચ
ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મણિપુર સરકારે કમિશન ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952ની જોગવાઈઓ હેઠળ 29 મે, 2023ના રોજ કમિશન ઑફ ઈન્ક્વાયરી માટે ભલામણ કરી હતી, જેમાં અને 3 મે, 2023 અને તેના ત્યાર બાદની કમનસીબ ઘટનાઓના કારણો અને સંબંધિત પરિબળોની તપાસ કરવામાં આવે. મણિપુર સરકારની ભલામણ પર તપાસો કેન્દ્ર સરકારનો એવો અભિપ્રાય છે કે જાહેર હિત માટે મણિપુરમાં હિંસાની ઘટનાઓની તપાસ કરવા માટે તપાસ પંચની નિમણૂક કરવી જરૂરી છે.
આ 3 સભ્યોનું પંચ કરશે તપાસ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ ત્રણ સભ્યોના તપાસ પંચમાં ગુવાહાટી હાઈકોર્ટના નિવૃત જજ અજય લાંબા, 1982 બેચના આઈએએસ અધિકારી હિંમાશુ શેખર દાસ અને 1986 બેચના આઈપીએસ અધિકારી આલોક પ્રભાકરની નિમણૂક કરવામાં આવી છે.
આયોગ નીચેની બાબતોની તપાસ કરશે
1- મણિપુર રાજ્યમાં 3 મે 2023ના રોજ અને તે પછી વિવિધ સમુદાયોના સભ્યોને નિશાન બનાવતી હિંસા અને રમખાણોના કારણો અને ફેલાવો.
2- હિંસા સંબંધિત તમામ ઘટનાઓ અને તમામ હકીકતોમાં સમાનતા
3- કોઈ જવાબદાર અધિકારી/વ્યક્તિ તરફથી આ બાબતે ફરજમાં કોઈ ચૂક કે બેદરકારી હતી કે કેમ.
4-હિંસા રોકવા અને તેનો સામનો કરવા માટે લેવામાં આવેલા વહીવટી પગલાં પુરતા હતા કે કેમ
5-એવી ઘટનાઓ પર વિચાર કરવો જે તપાસ દરમિયાન પ્રાસંગિક જણાઈ શકી છે.