મણિપુરમાં હિંસા ફાટી નીકળવાના કારણે પરિસ્થિતી બેકાબુ બની છે, આ કારણે સરકારે તોફાનીઓને ગોળી મારવાના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે ગુરુવારે મે 4, 2023ના રોજ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે, "ગંભીર પરિસ્થિતિ" માં ગોળી મારવાનો આદેશ જારી કર્યો છે.
રાજ્યપાલે કર્યો આદેશ
મણિપુરના રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જો ચેતવણીઓ અને સમજાવટ છતાં પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે તો ‘શૂટ એટ સાઈટ’ એક્શન લેવામાં આવી શકે છે. રાજ્ય સરકારના કમિશનર (ગૃહ) દ્વારા હસ્તાક્ષર કરાયેલ જાહેરનામું, ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973 ની જોગવાઈઓ હેઠળ જારી કરવામાં આવ્યું છે.
#WATCH | #ManipurViolence | "I am deeply saddened by the incidents of violence yesterday & today. I urge all the people of Manipur to maintain peace, love & harmony as per their tradition and not participate in any kind of violence or arson. I urge them to not pay heed to… pic.twitter.com/fBrtBbZNO7
— ANI (@ANI) May 4, 2023
મીતેઈ સમુદાય માગી રહ્યો છે અનામત
#WATCH | #ManipurViolence | "I am deeply saddened by the incidents of violence yesterday & today. I urge all the people of Manipur to maintain peace, love & harmony as per their tradition and not participate in any kind of violence or arson. I urge them to not pay heed to… pic.twitter.com/fBrtBbZNO7
— ANI (@ANI) May 4, 2023મણિપુરમાં બિન-આદિવાસી મીતેઈ સમુદાય માટે અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની માંગ સામે ચૂરાચંદપુર જિલ્લાના ટોરબાંગ વિસ્તારમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (એટીએસયુએમ) દ્વારા વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. 'આદિવાસી એકતા માર્ચ' દરમિયાન બુધવારે હિંસા ફાટી નીકળી હતી. મણિપુર હાઈકોર્ટે ગયા મહિને રાજ્ય સરકારને મેઈતેઈ સમુદાય દ્વારા ST દરજ્જાની માગણી પર ચાર અઠવાડિયાની અંદર કેન્દ્રને ભલામણ મોકલવા કહ્યું તે પછી આ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે મીતેઈ સમુદાય મણિપુરની કુલ વસ્તીના 53 ટકા છે.