વિદ્યાર્થીઓના ફોટા વાયરલ થયા બાદ હિંસા ભડકી ઉઠી હતી
ઘણા સમયથી મણિપુરમાં થઈ રહેલી હિંસાના સમાચાર તમે સાંભળતા હશો. મણિપુરથી જે સમાચાર સામે આવતા હોય છે તે ભડકેલી હિંસાના જ હોય છે. મૈતેઈ સમુદાયની માગ બાદ આ આખો મામલો ઉગ્ર બન્યો. અનેક મહિનાઓથી મણિપુર ભડકે બળી રહ્યું છે. આ આખી ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મામલો હજી શાંત પણ પડ્યો ન હતો ત્યારે તો વાયરલ ફોટાએ બળતા ઘી હોંમવા જેવું કામ કર્યું. ગુમ થયેલા વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટો વાયરલ થયા. આ વાતને કારણે ફરી એક વખત હિંસા ભડકી ઉઠી.
બીજેપી કાર્યાલયને પ્રદર્શનકારીઓ કરી આગને હવાલે
રોષે ભરાયેલા લોકોએ, પ્રદર્શનકારીઓએ 27 સપ્ટેમ્બરે થૌબલ જિલ્લા સ્થિત ભાજપના કાર્યાલયને આગને હવાલે કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં સુરક્ષા બળો ત્યાં પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જ્યાં સુધી આગ પર કાબુ મેળવાય તે પહેલા જ ઓફિસમાં રાખેલા ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. ઓફિસને તો આગ લગાડી પરંતુ મેઈન ગેટ અને બારીઓને પણ તોડી દીધી. મહત્વનું છે કે જૂન મહિનામાં બીજેપીની ત્રણ ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આગને હવાલે ઓફિસને કરી દેવામાં આવી હતી.
અશાંત ક્ષેત્ર તરીકે મણિપુરને કરાયું ઘોષિત
મણિપુરમાં ભડકેલી હિંસાને જોતા રાજ્ય સરકારે 27 સપ્ટેમ્બરે આખા રાજ્યને અશાંત ક્ષેત્ર તરીકે ઘોષિત કરી દીધું હતું. કાયદા કાનૂનની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો વણસી રહેલી હિંસાને કાબુમાં લાવવા માટે સુરક્ષા બળોને તૈનાત કરી દેવામાં આવી છે. સરકારે અનેક વિસ્તારોમાં AFSPA લાગુ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ આપ્યું આશ્વાસન
વિદ્યાર્થીના ફોટો સામે આવ્યા બાદ હિંસા ફરી એક વખત ભડકી ઉઠી છે. મૃતદેહો ક્યાં છે તે જાણી શકાયું નથી. વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરક્ષા બળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેને કારણે અનેક લોકો ઈજાગસ્ત પણ થયા હતા. સારવાર માટે તેમને નજીકના હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ વાળો મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. આગળની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. દોષિતોને સજા આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે તેવું આશ્વાસન મણિપુરના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે વિપક્ષ દ્વારા અનેક વખત પીએમ મોદીના મૌનને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે.