'INDIA' મહા ગઠબંધનના સાંસદો 29 અને 30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાતે જશે


  • Published By :
  • Published Date : 2023-07-27 16:40:51

મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી જાતિય હિંસા અને મહિલાઓને નગ્ન પરેડ કરાવવાની ઘટના મુદ્દે સંસદમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. વિરોધ પક્ષો આ મામલે એકજુથ થઈને સંસદમાં સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે I.N.D.I.A. ગઠબંધન સાથે સંકળાયેલા વિપક્ષી સાંસદોની એક ટીમ 29 અને 30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાતે જવાની છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ મામલે વિપક્ષ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આપી ચુક્યો છે.


 20 થી વધુ સાંસદો જશે મણિપુર


વિપક્ષી મહા ગઠબંધન I.N.D.I.A.ના 26 રાજકીય પક્ષોના સાંસદો આગામી 29-30 જુલાઈના રોજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લઈ શકે છે. કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે માહિતી આપી હતી કે, 20 થી વધુ સાંસદોનું એક પ્રતિનિધિમંડળ આ સપ્તાહના અંતમાં મણિપુરની મુલાકાત લેશે અને રાજ્યની સ્થિતિની સમીક્ષા કરશે. ટાગોરે જણાવ્યું હતું કે, વિપક્ષી સાંસદો લાંબા સમયથી હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેવા ઇચ્છતા હતા પરંતુ ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને મંજૂરી ન આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ ગત દિવસોમાં મણિપુરની મુલાકાત લીધી હતી.


મણિપુર મુદ્દે વિપક્ષ અડગ


મણિપુર હિંસા અને વડા પ્રધાનના નિવેદન પર વિસ્તૃત ચર્ચાની માગણી સાથે વિરોધ પક્ષો રાજ્યસભામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે માંગ કરી રહ્યા છીએ કે વડાપ્રધાન ગૃહમાં આવીને નિવેદન આપે પરંતુ તેઓ રાજકીય નિવેદનો આપી રહ્યા છે અને રાજસ્થાનમાં પ્રચારમાં વ્યસ્ત છે. મતલબ કે તેઓ લોકશાહીમાં માનતા નથી. તે લોકશાહી અને બંધારણને બચાવવા માંગતા નથી. તે સંસદનું અપમાન કરી રહ્યા છે. 20 જુલાઈના રોજ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ ત્યારથી જ વિપક્ષી દળો તેમની માંગણીઓ માટે હોબાળો કરી રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?