ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ લીધા શપથ, પીએમ તેમજ અમિત શાહ રહ્યા શપથ સમારોહમાં હાજર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-08 13:40:46

થોડા સમય પહેલા ત્રણ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. મેઘાલય, નાગાલેન્ડ તેમજ ત્રિપુરામાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ ગ્રહણ કર્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, તેમજ અમિત શાહ હાજર રહ્યા હતા. સોમવારે મળેલી વિધાયક દળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. સાહાની સાથે 9 મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં ભાજપના આઠ અને આઈપીએફટીના એક વિધાયકે શપથ લીધા હતા.


વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય 

માણિક સાહાએ શુક્રવારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું જેનું પરિણામ 2 માર્ચના રોજ આવ્યું હતું. આ વખતના મતદાનમાં 86 ટકા જેટલું મતદાન થયું હતું. ત્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ શપથ લીધા છે. બીજી વખત તેઓ સીએમ બન્યા છે. સોમવારે ભાજપના વિધાયક દળની બેઠક બોલાવામાં આવી હતી જેમાં સર્વ સન્મતિથી વિધાયક દળના નેતા તરીકે માણિક સાહાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જે બાદ તેમણે ટ્વિટ પણ કર્યું હતું અને તેમની પસંદગી કરવા બદલ આભાર પણ માન્યો હતો. 

9 ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકેના શપથ 

મુખ્યમંત્રીની સાથે રતન લાલ નાથ, પ્રાણજીત સિંહા રોય, સાન્તાના ડોજ, સુશાંત ચૌધરી, વિકાસ દેબબર્મા, સુધાંગશુ દાસ તેમજ સુક્લા ચરણ નોતીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ તેમજ જે.પી નડ્ડા હાજર રહ્યા હતા. આ શપથ વિધી કાર્યક્રમ અગરતલાના સ્વામી વિવેકાનંદ મેદાનમાં યોજાયો હતો. ગઈકાલે મેઘાલય અને નાગાલેન્ડના મુખ્યમંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.   



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..