મનહર પટેલને કોંગ્રેસે આખરે ટિકિટ આપી મનાવ્યા, બોટાદ બેઠક પરથી લડશે વિધાનસભાની ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-13 20:01:08

ગુજરાત કોગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી. જો કે આ યાદીમાં મનહર પટેલના બદલે બોટાદ બેઠક પરથી રમેશ મેરને ટિકિટ આપવામાં આવી હતી. બોટાદથી ટિકિટ કપાતા મનહર પટેલ નારાજ થયા હતા અને ટેકેદારો સાથે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. મનહર પટેલે બોટાદ બેઠક પરથી જાહેર થયેલા રમેશ મેરના નામ પર ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી. મનહર પટેલે કહ્યું કે 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનિક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. મને બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મુકવામાં આવ્યો છે. ટેકેદારો સાથે મળી સાંજે સાત વાગ્યે મારો અંતિમ નિર્ણય જાહેર કરીશ તેવી ગર્ભિત ચિમકી પણ આપી હતી. જો કે હવે કોંગ્રેસે તેમને ફરી ઉમેદવાર બનાવ્યા છે.


આખરે કોંગ્રેસે નિર્ણય બદલ્યો અને ટિકિટ આપી


મનહર પટેલની રજુઆતની અસર થઈ હતી અને કોંગ્રેસે બોટાદ સીટ માટે તેમને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. બોટાદમાં ડેમેજ કંન્ટ્રોલ કરવા પ્રદેશ કોગ્રેસના બે ઉપપ્રમુખોને જવાબદારી સોંપાઈ હતી. પંકજ પટેલ અને ડૉક્ટર જીતુ પટેલને મનહર પટેલને સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બંન્ને નેતાઓએ મનહર પટેલને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા જો કે મનહર પટેલે તેમની એક વાત માની ન હતી અંતે કોંગ્રેસે તેમના તરફેણમાં નિર્ણય લેતા ઘીના ઠામમાં ઘી ઢળ્યું છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...