લ્યો બોલો.. હવે કેરી પણ હપ્તેથી મળે છે, પૂણેના વેપારીએ શું કર્યું EMI પર કેરીનું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-04-06 14:11:25

આજના જમાનામાં દરેક મોંઘી વસ્તું હપ્તા પર મળે છે, ટુંકી આવક ધરાવતા શોખિન લોકો મોબાઈલ, ટીવી, કાર, બાઈક, ફ્રિજ અને એસી સહિતની ચીજો EMI પર ખરીદી તેમનો શોખ પુરો કરે છે. પણ જો કોઈ તમને એમ કહે કે કેરી પણ હપ્તેથી મળે છે, તો સ્વાભાવિક રીતે જ તમે તેની વાતને ટાઢા પહોરનું ગપ્પું માનીને હસી કાઢશો, જો કે આ વાત સંપુર્ણ સાચી છે.


પૂણેમાં  EMI પર કેરીનું વેચાણ


કેરીના ભાવ આસમાને પહોચ્યા છે, સામાન્ય માણસની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ તેનેઆ ભાવે કેરી પરવડે તેમ નથી. દેશના વિવિધ ભાગોમાં સતત માવઠાના કારણે કેરીનું ઓછું ઉત્પાદન થતા કેરીની અછત પ્રવર્તી રહી છે, આ કારણે જ કેરીના ભાવ વધ્યા છે. પૂણેના એક વેપારીએ લોકોની આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે કેરીના સ્વાદના રસિયાઓ માટે ધાંસૂ ઓફર શરૂ કરી છે. તેમણે હાફુસ કેરી EMI પર વેચવાનું શરૂ કર્યું છે.   


લોકો લઈ રહ્યા છે ઓફરનો લાભ


પૂણેના વેપારી ગુરુ સનસ દ્વારા EMI પર હાફુસ કેરીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. પૂણેના સનસિટી રોડ પર આનંદ નગર વિસ્તારમાં તેમની દુકાન છે. પરંતુ આ વર્ષથી તેમણે દુકાનમાં EMI પર કેરી વેચવાનું શરૂ કર્યું છે. આ માટે તેમણે Paytm સાથે બિઝનેશ જોડાણ કર્યું. તેઓ કુદરતી રીતે ઉગાડવામાં આવેલી દેવગઢ હાફુસ કેરીનું વેચાણ કરી રહ્યા છે. કેરી ખરીદવા ઈચ્છુક ગ્રાહકને તેઓ બેંક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી EMI પર કેરી વેચે છે. સંબંધિત બેંક ગ્રાહકને તેઓ 3 થી 12 મહિના માટે હપ્તા કેરીનું વેચાણ કરે છે. હપ્તેથી મળતી આ કેરી ગ્રાહકો પણ મોટી સંખ્યામાં ખરીદીને તેનો આસ્વાદ માણી રહ્યા છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..