માનગઢ હિલ પર અંગ્રેજોએ ગોળીઓ પૂરી ના થઈ ત્યાં સુધી બંદૂકો ચલાવી, હજારો આદિવાસીઓના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-10-28 16:43:51

Story by Samir Parmar

1912નો એ સમય હતો. અંગ્રેજ ઓફિસરો ગોળી ચલાવવાનો આદેશ આપ્યો અને એક સાથે હજારો આદિવાસીનો નરસંહાર થયો. જલિયાવાલા બાગ હત્યાકાંડથી આપણે સૌ પરિચિત છીએ. તેના પણ છ વર્ષ પહેલા માનગઢ ખાતે આદિવાસીઓને ગોળીઓથી વીંધી નરસંહાર થયો હતો. માનગઢ વિસ્તારના લોકો સિવાય ગુજરાતના બહુ ઓછા લોકો આ ઘટનાની ખબર હશે. આપણા ઈતિહાસમાં આ નરસંહારને કેમ સ્થાન નથી મળ્યું તે ચર્ચાનો વિષય છે, પણ અંગ્રેજોની તાનાશાહીનો ભોગ બની આપણા હજારો લોકો ઈતિહાસમાં અમર થઈ ગયા છે. આ અમે તમને એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માનગઢની મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાતના આદિવાસીઓ માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માગ કરી રહ્યા છે. આવો વિસ્તારથી જાણીએ માનગઢ ખાતે આજથી 108 વર્ષ પહેલા શું ઘટના ઘટી હતી. 


ગોવિંદ ગુરુએ ભગત આંદોલનથી સમાજ સુધારાની કામગીરી કરી 

17 નવેમ્બર 1913ના રોજ માનગઢ ડુંગર પર આદિવાસીઓ ગોવિંદ ગુરુની આગેવાનમાં ભેગા થયા હતા. ગોવિંદગુરુ સમાજ કલ્યાણ માટે જાગૃતિનું અભિયાન ચલાવી રહ્યા હતા. ગોવિંદ ગુરુ લોકોને સમજાવતા હતા કે દારુ ના પીવાય, માંસ ના ખવાય, શરીર અને આપણા આસપાસના વિસ્તારને સાફ રખાય... આ બધા માટે ગોવિંદગુરુ લોકોને ધૂણી કરીને પૂજા કરવાની સલાહ આપતા હતા. આ વિસ્તારના લોકો પણ તેમને માનતા ગયા અને સમાજ સુધારાના ગોવિંદ ગુરુના કાર્યો આગળ વધ્યા. ગોવિંદ ગુરુની કામગીરીથી માનગઢ વિસ્તારના લોકોમાં ચોરીઓ બંધ થવા લાગી. લોકોએ દારૂ પીવાનો બંધ કર્યો એટલે અંગ્રેજોને મહેસૂલની આગક ઘટી ગઈ. દેશી રજવાડાઓ ગોવિંદગરુ પર ખાર ખાઈને બેઠા હતા. તેમને એવું લાગી રહ્યું હતું કે ગોવિંદગુરુ પોતાની ઝુંબેશથી રજવાડાઓને દબાવી દેશે. આથી તેમણે અંગ્રેજોને ગોવિંદગુરુની ફરિયાદ કરવાનું શરી કરી દીધું હતું. 


અંગ્રેજ સરકારે આદિવાસીઓ પર ગોળીઓનો વરસાદ કર્યો 

માનગઢ હિલ પર ગોવિંદગુરુની ધૂણીનો પ્રભાવ વધી રહ્યો હતો માટે અંગ્રેજ સરકારે ગોવિંદગુરુને અને આદિવાસી લોકોને માનગઢ હિલ ખાલી કરી દેવાનો આદેશ દીધો હતો. ગોવિંદગુરુએ આદેશને માન્યો ન હતો અને તેમણે ધૂણી ચાલુ રાખી હતી. અંગ્રેજ સરકારે પોતાનો હુકુમ ન માનતા લાલઘૂમ થઈ ગઈ હતી અને બંદૂકના જોરે બધાને હટાવવા માટેની કાર્યવાહી શરી કરી દીધી. અંગ્રેજોએ ગધેડાઓ અને ખચ્ચરોનો સહારો લીધો અને માનગઢ હિલો પર હથિયારો અને તોપો પહોંચાડી. અંગ્રેજોએ માનગઢ હિલ પર ભેગા થયેલા આદિવાસીઓ પર ગોળીઓનો વરસાદ કર્યો હતો. સવારે આઠ વાગ્યે શરૂ કરાયેલો ગોળીબાર છેક દસ વાગ્યે બંધ કરવામાં આવ્યો હતો. અંગ્રેજોએ પોતાની ગોળીનો ખજાનો પૂરો ના થયો ત્યાં સુધી મોતનો તાંડવ રમ્યો. આ દર્ઘટનામાં દોઢ હજારથી વધુ લોકોના મોત થયા હતા. જેમાં અંગ્રેજોની ગોળીથી 700 લોકોના મોત થયા હતા. અન્ય લોકો ગોળીબારના કારણે ભાગ્યા હતા. લોકો ડુંગર પરથી પડીને પણ ઘાયલ થયા હતા અને સારવાર ના મળતા તેમના મોત થયા હતા. 


બ્રિટિશરોએ નરસંહારને કંઈક આવી રીતે ઢાંકવાનો પ્રયાસ કર્યો 

બ્રિટિશરોએ સમાજ સુધારા માટે ભગત આંદોલન ચલાવનારા ગોવિંદ ગુરુ અને તેમના શિષ્ય પૂંજા પારગીને ફાંસી ફટકારી તેમને લટકાવવા આદેશ કરી દીધો હતો. પણ અંગ્રેજોએ તેમની સજાને ઉંમર કેદમાં બદલી નાખી હતી. અંગ્રેજોએ આ નરસંહાર પર કહ્યું હતું કે માનગઢ ડુંગર ખાલી કરી દીધો છે જેમાં 10 જેટલા લોકો ઘાયલ થયા છે બાકીના લોકોએ આત્મ સમર્પણ કરી દીધું છે. અંતે 1921માં ગોવિંદગુરુનું દાહોદમાં નિધન થયું હતું. અંગ્રેજોએ આ નરસંહાર બાદ દાયકાઓ સુધી લોકોને માનગઢ હિલ પર નહોતા જવા દીધા. 

ખોદકામમાં માનગઢ હિલમાંથી 300થી વધુ ગોળીઓ મળી

આ કારમા નરસંહારના 108 વર્ષ બાદની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ઝાલોદ પાસે ગોવિંદગુરુનો આશ્રમ બનાવવામાં આવ્યો છે. 17 નવેમ્બરે ગુજરાતમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકારે અહીં આ નરસંહારની યાદમાં સ્મૃતિવન બનાવ્યું છે. અહીં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અહીંથી અંગ્રેજોની 300થી વધુ ગોળીઓ મળી આવી હતી અને જે લોકોના મોત થયા હતા તેમના હાડપિંજરો મળી આવ્યા હતા. 


આથી આદિવાસીઓ વર્ષોથી સરકાર સામે માગ કરી રહ્યા છે કે માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવામાં આવે. બીજી બાજુ ચર્ચાઓ ચાલી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 1 નવેમ્બર 2022ના રોજ માનગઢ હિલ ખાતે આવશે ત્યારે તેને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરશે. દેશમાં જલિયાવાલા હત્યાકાંડ પહેલા પણ આટલો મોટો નરસંહાર થઈ ગયો છે પરંતુ ઈતિહાસમાં આની નોંધ શા માટે નથી લેવાઈ તે દુઃખદ બાબત છે.  આપણે સૌ લોકોએ ઈતિહાસના પાના વચ્ચે દબાયેલી આ વાત જાણવી જોઈએ



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?