સોશિયલ મીડિયા પર બીજેપી નેતા અને સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો દ્વારા એ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તે ઈસ્કોનના ગૌશાળાને લઈ વાત કરી રહ્યા છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે ઈસ્કોનની ગૌશાળાઓમાં માત્ર દૂધ આપવા વાળી ગાયો રાખવામાં આવે છે. જ્યારે હું અનંતપુર ગઈ ત્યારે એક ગૌશાળામાં તે ગયા હતા ત્યાં તેમને કોઈ કમજોર ગાય દેખાઈ ન હતી. ન તો કોઈ વાછરડું દેખાયું હતું. તેનો અર્થ એ થાય કે તમામને વેચી દેવાઈ છે.આ વીડિયો વાયરલ થયા બાદ આ અંગે તપાસ થવી જોઈએ તેવી માગ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેનકા ગાંધીનો વીડિયો
આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગાયને આપણે માતા કહીએ છીએ ગાયની પૂજા થાય છે. ત્યારે અનેક વખત ગૌ તસ્કરી થતી હોવાના સમાચાર સામે આવતા હોય છે. કસાઈને ત્યાંથી અનેક વખત ગાયોને છોડાવાતી હોય છે. અનેક મંદિરો એવા છે જ્યાં ગૌશાળા ચાલતી હોય છે. ગાયોને રાખવામાં આવતી હોય છે. ત્યારે ભાજપના નેતા અને સાંસદ મેનકા ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈસ્કોન પર તે વીડિયોમાં સાંસદ ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં મેનકા ગાંધી આંધ્ર પ્રદેશમાં અનંતપુર સ્થિત ગૌશાળાની વાત કરી રહ્યા છે.
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મેનકા ગાંધી કહી રહ્યા છે :
“હું તમને કહું...દેશના સૌથી મોટા ગદ્દારો ઇસ્કોન છે. તેઓ ગૌશાળા બનાવે છે અને ગૌશાળા ચલાવવા માટે સરકાર તરફથી વિશ્વવ્યાપી લાભ મેળવે છે. મોટી જમીન ઉપલબ્ધ છે. હું હમણાં જ તેમની અનંતપુર ગૌશાળામાં ગઈ હતી. એક પણ સૂકી ગાય ન હતી, એક સંપૂર્ણ ડેરી હતી. એક વાછરડું પણ નહીં. આનો અર્થ એ કે બધું વેચાઈ ગયું. ઈસ્કોન તમામ ગાયો કસાઈઓને વેચી રહી છે. તેઓ જેટલી ગાયો વેચે છે તેટલી અન્ય કોઈ નથી. જે લોકો રસ્તા પર જઈને હરે રામ, હરે કૃષ્ણ કહે છે અને દૂધ... દૂધ... કહે છે તેમનું આખું જીવન દૂધ પર આધારિત છે. તેણે કસાઈઓને જેટલી ગાયો વેચી છે તેટલી ગાયો ભાગ્યે જ કોઈએ વેચી હશે.”
શું છે વીડિયોની હકીકત?
મેનકા ગાંધીનો જે વીડિયો હમણાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો એક મહિનો જૂનો છે. 18 ઓગસ્ટ 2023માં તેમણે ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાં મેનકા ગાંધીએ આ વાત કરી હતી. આ ઈન્ટરવ્યું ડો. હર્ષા આત્મકુરીએ લીધો હતો. આત્મકુરીએ પોતાની ડોક્યુમેન્ટરી માટે તેમનો ઈન્ટરવ્યું લીધો હતો. આ ડોક્યુમેન્ટરીમાં ડેરી ફાર્મિંગ દરમિયાન થતી ક્રૂરતા પર આધારીત છે. મેનકા ગાંધીનો વીડિયો વાયરલ થયા બાદ ઈસ્કોન દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે અમારી સામે એક વીડિયો આવ્યો જેમાં મેનકા ગાંધી દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે તે ખોટો છે. દેશભરમાં ઈસ્કોન કેટલી ગૌશાળા ચલાવે છે તે અંગેની માહિતી આપવામાં આવી છે.