મેનકા ગાંધીને વિવાદાસ્પદ નિવેદન ભારે પડ્યું, ઈસ્કોને 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો, ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-09-29 17:19:16

ઈસ્કોન અંગે વિવાદાસ્પાદ નિવેદન કરનારા ભાજપના નેતા મેનકા ગાંધીની મુશ્કેલી વધી છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સામે ઇસ્કોને 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. ઈસ્કોનના કોલકાત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું હતું કે મેનકા ગાંધી સામે 100 કરોડ રૂપિયાના માનહાનિના દાવાની નોટિસ ફટકારી છે. દાસે કહ્યું કે 'કોઈ સાંસદ કોઈ પણ પ્રકારના તથ્યો વગર આવા આરોપ કઈ રીતે આરોપ લગાવી શકે છે? રાધારમણ દાસે કહ્યું કે મેનકા ગાંધીનું નિવેદન ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, તેમના આવા નિવેદનથી દુનિયાભરમાં ફેલાયેલા અમારા અનુયાયીને દુ:ખ થયું છે. અમે મેનકા ગાંધી સામે માનહાનિનો કેસ કરી રહ્યા છીએ. અમે તેમના પર નોટિસ મોકલી છે. કોઈ સાંસદ, જે કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે, તે કોઈ પણ તથ્ય વગર આટલા મોટા વર્ગ સામે જુઠ્ઠું કઈ રીતે બોલી શકે છે.' 


 મેનકા ગાંધીએ શું નિવેદન આપ્યું હતું?


પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના એક નિવેદનને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. આ નિવેદનમાં મેનકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ની ગૌશાળાઓમાં રાખવામાં આવેલી ગાયોને કસાઈઓને વેચવામાં આવે છે. ગાંધીએ કહ્યું કે 'ઇસ્કોને ગૌશાળાઓ બનાવીને ઘણો ફાયદો ઉઠાવ્યો છે અને તેના આધારે તેણે સરકાર પાસેથી જમીનના રૂપમાં મોટો ફાયદો પણ લીધો છે. ઈસ્કોન તેની બધી ગાયો કસાઈઓને વેચી રહી છે અને તેમનાથી વધુ આવું કોઈ કરી રહ્યું નથી. ઉલ્લેખનિય છે કે મેનકા ગાંધી પ્રાણીઓના અધિકાર માટે લડતા રહ્યા છે.


ઇસ્કોન સોસાયટીએ મેનકા ગાંધીના આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને મેનકા ગાંધીના આરોપોને ફગાવી દીધા હતા. ઇસ્કોને એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ઇસ્કોન ગાય અને બળદની સુરક્ષા માટે એક ચોકીદાર છે અને તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગાયોની સેવા માટે સમર્પિત રહ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?