માંડલ અંધાપા કાંડ: હાઈકોર્ટની સુઓમોટો, હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ, આરોગ્ય મંત્રી પહોંચ્યા હોસ્પિટલ


  • Published By :
  • Published Date : 2024-01-17 21:08:37

અમદાવાદ જિલ્લાના વિરગામના માંડલમાં આવેલી રામાનંદ આઈ હોસ્પિટલમાં અંધાપા કાંડથી મામલો ગરમાયો છે. માંડલની આ હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ 29 દર્દીઓએ મોતિયાની સર્જરી કરાવી હતી. આ સર્જરીના બે દિવસ બાદ 17 જેટલા વ્યક્તિએ દ્રષ્ટિ આંશિક અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ ઉઠ્યા બાદ ગુજરાત સરકારે તપાસનો આદેશ આપ્યો છે. જો કે હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટીશન દાખલ કરવામાં આવી છે. 


હેલ્થ સેક્રેટરી અને ગ્રામ્ય એસપીને નોટિસ


માંડલ અંધાપા કાંડને લઈ હાઈકોર્ટના જજ એ.એસ. સુપેહિયા અને જજ વિમલ વ્યાસની બેન્ચે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. તેમણે સવાલ કર્યો હતો કે ઇન્સ્ટ્રુમેન્ટમાં ખામી હતી? સેવામાં ખામી હતી? દવા હલકી ગુણવત્તાની હતી? કે પછી ખરેખર શું પરિસ્થિતિ થઇ હતી? આ માટે હેલ્થ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ અને સંબંધિત વિસ્તારના એસપીને એક નોટિસ પાઠવવામાં આવી છે. શા માટે આ પરિસ્થિતિ સર્જાય સહિતની વિગતો સાથેનો પ્રાથમિક તપાસ રિપોર્ટ માગવામાં આવ્યો છે. તે જ રીતે અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી હતી. આ મામલે સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો. આ કેસ 7મી ફેબ્રુઆરીએ ચીફ જજ કોર્ટમાં ચાલશે.


આરોગ્ય મંત્રીએ લીધી દર્દીઓની મુલાકાત


માંડલની રામાનંદ આઈ હોસ્પિટલમાં દ 17 જેટલા દર્દીઓને અંધારો આવ્યાના સમાચાર આવતા સરકાર પણ એક્શનમાં આવી છે. આ સમગ્ર મામલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા અને આ સમગ્ર મામલાની તપાસ માટે 9 સભ્યોની એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલને આગળના આદેશો સુધી મોતિયાની વધુ સર્જરી ન કરવા પણ જણાવવામાં આવ્યું હતું. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે ત્યારે આજે આરોગ્ય મંત્રીએ સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત કરી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે અમદાવાદની એમ.એન્ડ જે આંખની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અસરગ્રસ્ત દર્દીઓને રૂબરૂ મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. જ્યાં તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, માંડલમાં બનેલ આ ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે 16મી જાન્યુઆરીના રોજ 9 નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના સભ્યોએ સ્થળ પર જઇને ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જો કમિટીના રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે, તો કડકમાં કડક કાર્યવાહી કરાશે.


શું છે સમગ્ર મામલો?


વિરમગામ તાલુકાના માંડલમા આવેલી રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં ગત 10 જાન્યુઆરીના રોજ 29 જેટલા મોતિયાના દર્દીઓની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન કરવામાં આવ્યા બાદ 17 જેટલા દર્દીઓને આંખમાં અંધાપોની અસર થઇ હોવાની ફરિયાદ ઉઠી હતી. જેમાંથી 5 દર્દીઓને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં જ્યારે 12 દર્દીઓને રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જે 29 દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું તેમાં 12 દર્દી સુરેન્દ્રનગરના હતા, જ્યારે 9 દર્દી અમદાવાદ અને 8 દર્દી પાટણ જિલ્લાના હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?