બુધવારથી રાજ્યમાં શરૂ થયેલાં ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનોથી અમદાવાદ સહિત 9 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર કરી ગયો છે. જેના કારણે બપોરે ગરમી અને સાંજ થતાં થોડી શીતળતાનો અનુભવ થાય . હજુ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત હોવાથી ગરમીનું પ્રમાણ યથાવત રહેશે.
ગુરુવારે અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડા પવનોનું જોર ઘટ્યું હતું. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધીને 36.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 0.5 ડિગ્રી વધીને 18.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. બફારાનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરો જેવાં કે, ડીસા, વલસાડ, કેશોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટમાં ગરમીનો પારો 36થી 37 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો, તેમજ ભુજ અને કંડલા એરપોર્ટ 38.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યાં હતા. અન્ય તમામ શહેરોમાં ગરમીનો પારો 31થી 35 ડિગ્રીની આસપાસ રહેતાં ગરમી અને બફારામાં વધારો થયો હતો. ત્રણ દિવસ રાજ્યમાં બપોરે ગરમી-બફારો તેમજ વહેલી સવાર-સાંજ ઠંડકને કારણે લોકોને ડબલ સિઝનનો અનુભવ થશે.એટલે હજુ થોડા દિવસ આવું વાતાવરણ રહવાની સંભાવના છે.