લોહીથી બનાવેલુ પેઈન્ટિંગ ગિફ્ટમાં મળ્યું તો સોનું સૂદે કહ્યું આવું ન કરાય ભાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 15:30:56

કોરોના કાળમાં બોલિવુડ એક્ટર સોનૂ સુદ અનેક લોકોની મદદે આવ્યા હતા. ગરીબો, જરૂરિયાત લોકો, પરપ્રાંતિયો તેમજ બેસહારા લોકો માટે તેઓ મસીહા બન્યા હતા. પોતાના સેવાકીય કાર્યને લઈ સુદને ચાહનારાઓની સંખ્યા લાખોએ પહોંચી છે. સોનૂ સુદને ફેન્સ ગિફટ મોકલતા રહે છે. ત્યારે આ વખતે તેના ચાહકે કલરથી નહીં પરંતુ લોહીથી બનાવેલું પેન્ટિંગ ગિફ્ટ કર્યું છે.જેને લઈ સોનૂ સુદે આવું ન કરી લોહીદાન કરવાની સલાહ આપી છે.

કોરોના કાળમાં મસિહા બન્યા હતા સોનૂ 

અનેક લોકો કોરોના કાળ દરમિયાન ફસાઈ ગયા હતા. ત્યારે જરૂયિયાત લોકોને સોનુ સૂદે મદદ કરી હતી. પરપ્રાતિંય લોકો માટે બસની વ્યવસ્થા હોય કે ભોજનની હોય બધી વ્યવસ્થા સોનૂએ કરી હતી. પોતાના સેવાકીય કામને કારણે અનેક લોકોના દિલમાં સોનૂ સુદે જગ્યા બનાવી છે.

લોહીથી બનાવેલી પેન્ટિંગ કરી ગિફ્ટ

અનેક વખત સુદને ગિફ્ટમાં પોતાના સ્કેચ મળતા હોય છે. આ વખતે ગિફ્ટમાં સ્કેચ જ મળ્યો પરંતુ બનાવનારે કલરને બદલે લોહીનો ઉપયોગ કર્યો છે. જેને લઈ સોનૂ સુદે લોહી દાન કરવાની સલાહ આપી છે.

ચાહકો સાથે રહે છે જોડાયેલા

સોનૂ સુદને પોતાના ફેન્સ સાથે જોડાઈ રહેવાનું વધારે પસંદ છે. જેને કારણે સોશિયલ મીડિયામાં તેઓ ઘણા એક્ટિવ છે. તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર ફેનનો વિડીયો રિ-ટ્વિટ કર્યો છે. ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવવાળા સોનૂ સુદ કોરોના કાળ દરમિયાન કામગીરી કરી હીરો બની ગયા હતા. બસ ઉપરાંત ઓક્સિજન તેમજ રેમડિસિવીર દવાની પણ તેમણે વ્યવસ્થા કરી આપી હતી.

રિયલ લાઈફમાં છે હીરો

ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવવાળા સોનૂ સુદ કોરોના કાળ દરમિયાન કામગીરી કરી હીરો બની ગયા હતા. બસ ઉપરાંત ઓક્સિજન તેમજ રેમડિસિવીર દવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?