છત્તીશગઢમાં પ્રેમીએ શોલેવાળી કરી, પ્રેમિકા સાથે ઝઘડો થતા પાણીની ટાંકી પર ચઢીને કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા


  • Published By :
  • Published Date : 2023-05-31 22:01:53

છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં એક પરિણીત પ્રેમી 75 ફિટ ઉંચી પાણીની ટાંકી પર ચઢી ગયો હતો. સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો છે, સુરગુજા જિલ્લાના બતૌલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મૂળ વાત એ છે કે એક યુવક પાણીની ટાંકી પર ચઢી ગયો હતો અને તેની ગર્લફ્રેન્ડને બોલાવવાની જીદ કરવા લાગ્યો હતો. પાગલ પ્રેમીએ લગભગ 3 કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હતો. જ્યારે ગ્રામજનોએ યુવકને પાણીની ટાંકી પર ચડતો જોયો તો તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણે નીચે ઉતરવાની ના પાડી તો તેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી.


સમગ્ર મામલો શું હતો?


ગોવિંદપુરમાં રહેતા શ્યામલાલ કોરવા (25) પરિણીત છે. પરંતુ તેને અન્ય યુવતી સાથે પણ પ્રેમ સંબંધ છે. આ કારણે યુવક તેની સાથે રહેવા માંગતો હતો, પરંતુ યુવતીએ તેની સાથે જવાની ના પાડી દીધી હતી. દરમિયાન સોમવારે તે પહર ચિરગન ગામ પહોંચ્યો અને એક ટાંકી પાસે પહોંચીને બુમો પાડવા લાગ્યો હતો અને કહ્યું- તું મારી વાત નથી સાંભળી રહી એટલે હું આજે જ મરી જઈશ. તે ચીસો પાડતો પાણીની ટાંકી પર ચડી ગયો. ટાંકી પર ચઢ્યા પછી પણ તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. કહ્યું- ઠીક છે તું મારી વાત ન સાંભળે હું કૂદી રહ્યો છું.


પોલીસે યુવતીને શોધી કાઢી 


પોલીસ કર્મચારીઓએ યુવકને પાણીની ટાંકી પરથી ઉતરવી માટે ખૂબ સમજાવ્યો હતો. જ્યારે પોલીસને લાગ્યું કે યુવક ટાંકી પરથી કૂદીને આત્મહત્યા કરી શકે છે, ત્યારે પોલીસકર્મીઓએ જાતે જ તે યુવકની પ્રેમિકા વિશે માહિતી એકઠી કરી હતી. પોલીસ ટીમના લોકોએ ગ્રામજનોની મદદથી યુવતીને સ્થળ પર બોલાવી હતી. યુવતીએ યુવકને નીચે ઉતરવાનો ઈશારો કર્યો હતો. જે બાદ યુવક પાણીની ટાંકી પરથી નીચે ઉતર્યો હતો. જો કે આ દરમિયાન લગભગ ત્રણ કલાક સુધી હોબાળો ચાલુ રહ્યો હતો.


પોલીસે કેસ ન નોંધ્યો 


આ મામલાની માહિતી આપતા બતૌલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કહ્યું કે આ ઘટના સોમવારે બની હતી. સ્થાનિક લોકો પાસેથી માહિતી મળી હતી કે એક યુવક પાણીની ટાંકી પર ચઢ્યો હતો. જે બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આ મામલે યુવક વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે યુવક પાડોશી ગામની યુવતી સાથેના પ્રેમને કારણે પાણીની ટાંકી પર ચડી ગયો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?