અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ કપ ફાઈનલની મેચ ભારત હારી ગયું. મેચને તો અનેક દિવસો વીતિ ગયા પરંતુ મેચ બાદ થઈ રહેલી રાજનીતિ હજી ચાલી રહી છે. રાહુલ ગાંધીએ જનસભામાં પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. રાહુલના નિવેદન બાદ અલગ અલગ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી, આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઝંપલાવ્યું છે. વર્લ્ડ કેપ મેચને લઈ મમતાએ નિવેદન આપ્યું કે જો ફાઈનલ મેચ બંગાળમાં રમાઈ હોત તો ભારત મેચ જીતી ગયું. વધુમાં તેમણે કહ્યું કે ભારતીય ટીમ વિશ્વ કપમાં બધી મેચ જીતી, સિવાય એ મેચ જેમાં પાપીઓએ ભાગ લીધો.
રાહુલ ગાંધીના નિવેદન બાદ ગરમાઈ રાજનીતિ
ભારતીય ટીમ હાર તરફ જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ સોશિયલ મીડિયા પર પનોતી શબ્દ ટ્રેન્ડિંગ થયો હતો. પહેલા આ શબ્દ માત્ર સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતો પરંતુ જ્યારે જનસભામાં રાહુલ ગાંધીએ આ શબ્દ વાપર્યો તે બાદ આને કારણે રાજનીતિ ગરમાવવા લાગી. રાહુલ ગાંધીના નિવેદન પર રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા ઉપરાંત આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ આ મામલાને ઈન્દિરા ગાંધી સાથે જોડી દીધો. તે ઉપરાંત આ મામલે કોંગ્રેસ પણ આક્રામક દેખાઈ. પ્રિયંકા ગાંધીએ વર્લ્ડ કપને લઈ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું.
આસામના મુખ્યમંત્રી તેમજ પ્રિયંકા ગાંધીએ આપી પ્રતિક્રિયા
પનોતી શબ્દને લઈ રાજનીતિ હજી શાંત નથી થઈ ત્યાં તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વર્લ્ડ કપ મેચને લઈ નવો તર્ક લઈને આવ્યા. તેમણે કહ્યું કે જો મેચ મુંબઈ કે બંગાળમાં થઈ હોત તો ભારતની ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ હોય. મમતા બેનર્જીએ કહ્યું કે "હું તમને કહી શકું છું કે જો (વર્લ્ડ કપ) ફાઈનલ ઈડન (કોલકાતાના ગાર્ડન્સ) અથવા વાનખેડે (મુંબઈના સ્ટેડિયમ)માં હોત, તો અમે જીતી શક્યા હોત." વધુમાં તેમણે કહ્યું કે કેટલાક પાપીઓ મેચ જોવા ગયા એટલે ભારત ફાઈનલમાં હાર્યું.
VIDEO | "If (World Cup) final would have been in Eden Gardens (Kolkata) or Wankhede (Mumbai), we would have won the match," said West Bengal CM @MamataOfficial in Kolkata. pic.twitter.com/WHIEBcs5VO
— Press Trust of India (@PTI_News) November 23, 2023
મમતા બેનર્જીએ આ મામલે ઝંપલાવ્યું
VIDEO | "If (World Cup) final would have been in Eden Gardens (Kolkata) or Wankhede (Mumbai), we would have won the match," said West Bengal CM @MamataOfficial in Kolkata. pic.twitter.com/WHIEBcs5VO
— Press Trust of India (@PTI_News) November 23, 2023મહત્વનું છે કે મેચને લઈ રાજનીતિ પ્રતિદિન ગરમાઈ રહી છે. અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા આ મામલે સામે આવી રહી છે. વડાપ્રધાન મોદી માટે કહેવામાં આવેલા શબ્દોને કારણે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. એક તરફ રાહુલ ગાંધી આડકતરી રીતે પીએમ મોદીને પનોતી કહે છે તો બીજી તરફ પીએમ મોદી પણ આડકતરી રીતે રાહુલ ગાંધીને મુર્ખો કે સરદાર કહે છે. તે ઉપરાંત પણ અનેક એવા શબ્દો પીએમ મોદીએ નામ લીધા વગર રાહુલ ગાંધી માટે આડકતરી રીતે વાપર્યા છે. મહત્વનું છે કે દિવસેને દિવસે રાજનીતિનું સ્તર એકદમ નીચલા સ્તરે જઈ રહ્યું છે.